SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યભામા–સુતારા, કપિલ-અશનાષ ૨૦૧ આ જ ભરતક્ષેત્રમાં મગધદેશમાં અચલગ્રામમાં ધરણુજટ નામના વિપ્ર હતા. તેને ત્યાં કપિલા નામની દાસપુત્રી હતી. તેને કપિલ નામના પુત્ર હતા. તેણે કણ ચારીથી વેદના અભ્યાસ કર્યો. દેશાંતરમાં રત્નપુર નામના નગરમાં ગયા. ત્યાં શ્રીષેણુ નામના રાજા હતા. તેને એક અભિનદિતા અને ખીજી શિખિન દિતા નામની એ ભાર્યા હતી. તે કપિલ અધ્યાપકની સેવામાં રહ્યો. ‘આ બ્રાહ્મણ છે.’ એમ ધારીને અધ્યાપકે સત્યભામા નામની પેાતાની પુત્રી તેને આપી. કોઈક દિવસે તે કપિલ વર્ષાઋતુમાં સંધ્યાસમયે મંદ મંદ પ્રકાશમાં વર્ષા વરસતી હતી, ત્યારે પહેરેલાં વસ્ત્ર ભીજાવાના ભયથી કાખમાં દબાવીને આવ્યા. ત્યારે સત્યભામા તેની ભાર્યા અદ્દલવા માટે બીજા કપડાં લઈને સામે આવી. તેણે કહ્યું કે, ‘મારે એવા પ્રભાવ છે કે મારાં વચ્ચે ભીંજાય નહિ.' સમજી ગઈ કે નક્કી આ નગ્ન થઈને આવ્યેા છે. ‘કુલીન પુરુષોએ આમ કરવું ચેગ્ય ન ગણાય.' માટે આ અકુલીન છે, તે કારણે તે મંદસ્નેહવાળી થઈ. કોઈક સમયે ધરણિજટ કપિલ પાસે આવ્યા. સત્યભામાએ પિતા-પુત્રના સંબંધનું વિરુદ્ધ આચરણ દેખી ધણિજટને યથાર્થ હકીકત પૂછી, તેણે પણ યથાર્થ-સાચી હકીકત કહી. નિવેદ પામેલી સત્યભામાએ શ્રીષેણુ રાજા પાસે જઈને વિનંતિ કરી કે, મને કપિલ પાસેથી છેડાવા, હવે હું દીક્ષા અંગીકાર કરીને ધર્મનું સેવન કરીશ. મહારાજાથી કહેવાયેલા કપિલ તેને છોડતા ન હતા. તે કહે કે તેના વિરહમાં તે ક્ષણવાર પણ જીવિત ટકાવવા સમ તે નથી ત્યારે તે સાંભળીને રાજાએ કહ્યું કે, અહીં જ રહે, દરમ્યાન કપિલને હું સમજાવીશ'. કોઈક સમયે પેાતાના અનંગસેન નામના પુત્રને અનંગસેના ગણિકા નિમિત્તે લડતા જોઈ ને રાજાએ તાલપુર વષના પ્રયાગ કર્યા, તેથી મૃત્યુ પામ્યા. ત્યાર પછી અભિન ંદિતા અને શિખિન દિતા નામની અને ભાર્યાએએ અને સત્યભામા બ્રાહ્મણીએ પણ તે જ વિષપ્રયાગથી આત્મહત્યા કરી. ચારે જણા દેવકુરુમાં યુગલિકપણે ઉત્પન્ન થયા, ત્યાંથી વળી સૌધમ દેવલેાકમાં ગયા. ત્યાંથી ચવીને શ્રીષેણ રાજાના જીવ અમિતતેજ, અભિનંદિતાના જીવ શ્રીવિજય, સત્યભામાના જીવ સુતારા અને તે કપિલના જીવ તિ ચયાનિમાં ભટકીને તેવા પ્રકારનુ અનુષ્ઠાન કરીને અનિદ્યાષ ઉત્પન્ન થયા. તે સત્યભામા બ્રાહ્મણીના જીવ સુતારાને દેખીને પૂના સ્નેહથી તેનું હરણ કરી ગયા.” ફરી પણ અમિતતેજે પૂછ્યું કે હે ભગવંત! હું ભવ્ય છુ કે નહિ ? કેલિએ કહ્યું કે-તુ. ભવ્ય છે, અહીંથી નવમા ભવમાં તું તીથ કર થવાના છે. આ શ્રીવિજય તારા પ્રથમ ગણધર થવાના છે.’ ત્યાર પછી આ સાંભળીને અમિતતેજ તથા શ્રીવિજય હુ થી પૂર્ણ દેહવાળા ભગવતને વંદના કરીને પોતાના નગરમાં ગયા. ભાગે ભાગવવા લાગ્યા. કેાઈક સમયે બંને બહાર ઉદ્યાનમાં ગયા, ત્યારે ત્યાં વિપુલમતિ અને મહામતિ નામના એ ચારણ-શ્રમણાને જોયા. તેમની પાસે ધર્માંશ્રવણુ કરીને આયુષ્ય પૂછ્યું. ચારણશ્રમણે પણ અવધિજ્ઞાનથી ઉપયેગ મૂકીને કહ્યું કે- છવ્વીશ દિવસ આયુષ્ય ખાકી છે.’ એટલે તેઓએ ત્યાંથી ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy