SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપન્ન મહાપુરુષનાં ચરિત પુનરુક્તિ સમાન છે. યવનારંભકાળમાં સમગ્ર ઈન્દ્રિય પર જ્ય મેળવનારને “ચપળતા ન કરવી” એ વચન કહેવાને અવકાશ જ નથી. “શત્રુઓને ઉછેદ કરે' આ ચિતા તે તારા પ્રતાપની જ છે, આ પ્રમાણે બોલતે રાજા મરણ પામ્યા. ત્યાર પછી સૂર્ય પણ રાજાના શેકના કારણે જ હોય તેમ નીચું મુખ કરીને જાણે અંજલિ અર્પણ કરવા માટે જ હોય તેમ સમુદ્રમાં પડ્યો. રાજાની પાછળ જતી આપની લહમી-શે ભા વડે મૂકતે કમલવન ખંડ ઢંકાઈ ગયે. શોકની જેમ અંધકારના સમૂહ વડે ભુવનતલ ઢંકાઈ ગયું. પિતા પરલેકવાસી થયા જાણીને સામાન્ય જનની જેમ મોટા શબ્દોથી સામંત પુરહિત, મંત્રીઓ, અંત:પુર આદિની સાથે હું રુદન કરવા લાગે. રાત્રિ પૂર્ણ થઈ. અગ્નિ-સંસ્કારાદિક મરણોત્તર સર્વ કાર્ય કર્યું, રાજપુત્ર મહાશકથી ઝરત થયે. જલ્દી જવા-આવવામાં સમર્થ એવી યુવાન ઊંટડીઓને પિતાના ભાઈને સમાચાર આપવા અને લેવા મોકલી. આ પ્રમાણે દિવસે પસાર થઈ રહેલા હતા, મહાપુરુષનાં ચરિત્ર કહેવાતાં હતાં, સ્વભાવથી વિરસ સંસારની નિંદા થતી હતી, જગતના પદાર્થોની નશ્વરતા-અનિત્યતા, અશરણુતા, અશુચિતા આદિ ભાવનાઓ ભવાતી હતી, દૈવ-ભાગ્ય-વિધિનિયેગ–કુદરતકર્મ આદિની ગહ થતી હતી, “રાજના કુલદેવતાએ પણ સહાય ન કરી એ રૂપ તેની નિંદા થતી હતી. આ પ્રમાણે શેકને આવેગ ધીમે ધીમે ઓસરી ગયે હતું, તે સમયે સીમાડાના રાજાને સ્વાધીન કરીને બલદેવ ભાઈ આવી પહોંચ્યા. તે મોટાભાઈ આવ્યા, એટલે ભૂલાયેલ શકાગ ફરી તાજો થયો. પૂર્વ માફક રાજકુલમાં અને આખા નગરમાં હાહાકાર પ્રવર્યો. લેકભાષામાં શેકવચને આલેખેલાં હોય, તેમ યાદ કરી વિલાપ કર્યા, પ્રથમ દિવસે તે બાળકોને પણ માતાઓ સ્તનપાન કરાવતી ન હતી. આ પ્રમાણે દીર્ઘકાળ સુધી વિધિના વિલાસની નિંદા કરીને બંનેએ સ્નાનાદિક શુદ્ધિ કરી. બંનેએ પરસ્પર સર્વ બનેલી હકીક્ત એક બીજાને કહી. આમ શેકમાં દિવસે નિર્ગમન કરે છે. તે સમયે “રાજા મરણ પામે છે. તેવા સમાચાર જાણીને પ્રતિવાસુદેવ નિકુંભ રાજાએ પુરુષસિંહ અને સુદર્શન ઉપર દૂત મોકલ્યા. છડીદારે ખબર આપ્યા, એટલે પ્રવેશ કરાવ્યું. બલદેવ અને વાસુદેવ બંનેને દૂતે જોયા. તેમના ચરણ-કમલમાં પડે. પછી બતાવેલા આસન ઉપર દૂત બેઠો. પુરુષસિંહ રાજાએ નિકુંભ રાજાના સમાચાર પૂછયા. તે સર્વ સમાચાર જણાવ્યા. વળી દૂતે કહ્યું કે, “રાજા પંચત્વ પામ્યા જાણીને મહારાજાએ મને તમારી પાસે મોકલ્યો છે કે–તમે બાળક છે, એટલે કોઈ બીજો રાજા તમારે પરાભવ ન કરે, તે કારણે ખાસ મને મોકલ્યો છે.” વળી મહારાજાએ કહેવરાવ્યું છે કે, “મારી પાસે આવી જાય, તેની ઈચ્છા પ્રમાણે મારી લક્ષમીને ભેગવટે કરે. કુમાર મારી છત્રછાયામાં રહેલે હોય, તે મારા મહત્વના કારણે તેને કઈ પરાભવ ન કરે. આ કારણે મને મોકલ્યા છે. તે સાંભળીને પુરુષસિંહ રાજાએ કહ્યું કે, “તું આવ્યું તે બહુ સુંદર થયું, નિકુંભ રાજાએ અમારી સારસંભાળ-ખબર રાખવી જોઈએ; પરંતુ બાળક છે, એ તેમનું કથન યુક્ત નથી.” કેઈકે તેમના હૃદયમાં બેડું ભરમાવ્યું જણાય છે. શું તે પિતાનું સામર્થ્ય અને અમારું બલ જાણતા નથી ? એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy