SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષસ હુ વાસુદેવ અને સુદર્શન ખલદેવ ૧૮૫ ફ્રી તરત જ રાજમહેલમાં ગયા. તેટલામાં માતાની સાથે રહેનાર પ્રતિહારીએ આગળ આવીને વિનંતિ કરી કે- હું કુમાર ! ખચાવા ખચાવા.' વળી મહારાજા જીવતા હેાવા છતાં દેવીએ આ શુ કરવા માંડ્યું ? ત્યાર પછી બ્રાંતિવાળા કુમાર ઊભા થયા. પેાતાના પરિવારને પૂછતી માતાને દેખી, આ પ્રમાણે- હે પુત્રિ સારિકે ! તું રુદ્ઘન કેમ કરે છે ? હવે હું તારાથી દૂર ગઈ છું. હે કોયલ ! તું નિરર્થક બુમરાણ કરે છે? હું કલહુંસિકા ! તુ તેની પાછળ કયાં ચાલી જાય છે? હે વત્સ ! ચાતક ! તારુ પાલન મે... ઘણી કાળજીથી કર્યુ છે. સખી ચંદ્રલેખા! તું મને જીવિતથી પણ અધિક વહાલી છે. હું પુત્રી ! તું અંતઃપુરની દ્વારપાલિકા છે, મંદપુણ્યવાળી મેં સારસ-સારસિકાના વિવાહ ન કર્યાં, વિકસતી પ્રિયંગુલતાને મેં જોઈ જ નહિ. હે અશેક ! મે' તને પગથી લાત મારી હતી, તેની ક્ષમા આપજે. હું કુર'ગી! માતૃવત્સલ ! મારા માર્ગીમાં તું અંતરાય ન કર, હું હરિણિકા ! મને તું પર્યાકુલ કેમ કરે છે ? હે ગૃહમયૂરિકા ! તુ મને પ્રદક્ષિણા કેમ કરે છે ?' આવા પ્રકારની પ્રલાપ કરતી અને વ્યાકુલ અનેલી માતાની પાસે હું ગયા. સતત મહાદુઃખ-સમૂહથી અશ્રુ ઝરતા કુમારે કહ્યું કે, હું માતાજી! મંદભાગ્યવાળા મને તમે પણ ત્યાગ કરવા તૈયાર થયાં છે ? ત્યાર પછી કુમારને જોઈ ને વિશેષ પ્રકારનાં દડદડ આંસુ વહેવડાવતી માતાએ કહ્યું કે- હે પુત્ર ! તારે મારા કાર્યોંમાં વિઘ્ન ન કરવું.' કારણ કે તેવા ભર્તાર મૃત્યુ પામ્યા પછી આ રાજલક્ષ્મી મને સ્પર્શી કરતી નથી અર્થાત્ મારા ઉપયાગમાં આવતી નથી, પછી મર્યાં સરખી મારે જીવીને શું કરવું ? આ મનુષ્યભવનું સમગ્ર ફળ મેં પ્રાપ્ત કરી લીધું છે. ત્રણે લેકમાં મુગટમણ સમાન ભર્તાર મેળળ્યે, તેમણે મહાદેવીના પટ્ટ પણ મને જ આંધ્યા, તારા સરખા પુત્રે મારું સ્તનપાન કર્યું–એમ ખેલતી પુત્રના ચરણમાં પડી. “ હે પુત્ર ! કુલાચિત આચાર કરતી મને તારે કઈ પણ ન કહેવું. જ્યાં સુધી આ સુખ--સમૂહ હૈયાત છે, ત્યાં સુધીમાં જ અગ્નિમાં આત્મા હામીને શાંતિ પામુ, પિત પરલેાકમાં ગયા પછી દુઃસહુ વિયાગ–સંતાપ–અગ્નિથી જળી રહેલ દેહવાળી મને સારી રીતે સળગાવેલા અગ્નિ પણ શું કરશે ?' એમ કહીને માતા ચાલી ગઈ. ત્યાર પછી તદ્ન નિઃસહ-અશક્ત અનેલેા હું પિતાની પાસે ગયા. તદ્ન ચેતનાશૂન્ય અને હવે શુ કરવું ? તેની મૂંઝવણમાં મેં મારું ભાન ગુમાવ્યું. મહાસ`તાપથી જળજળતા દેઢુવાળા પિતાને જોયા. તેવી અસહ્ય વેદનાવાળા પિતાને જોઈ ને હું ધરણી પર ઢળી પડ્યો. આ સમયે મહારાજાએ જાણ્યું કે-પુત્ર મહાશાક-સાગરમાં ડૂબી ગયા છે, એટલે તેને સામે બેસાડીને કહ્યુ' કે હે પુત્ર ! આમ શેકસમુદ્રમાં ડૂબતા આત્માની ઉપેક્ષા કેમ કરે છે ? તારા સરખા તા ભુવનના આધારભૂત ગણાય. તને વધારે શું કહેવું ? તારા ગુણા કથન કરવા માટે શબ્દો જડતા નથી, તેા પણ તું ‘ ફુલપ્રદીપ છે! ’ ભુવનને પ્રકાશિત કરનાર તારા સરખાતે ‘ કુલપ્રદીપ’ એમ કહેવું તે અતિઅલ્પ છે. મહાવિવેકવાળા તારા સરખાને ‘ પુરુષસ હ’ એમ કહેવું તે નિદા સરખું કહેવાય. લક્ષણાથી લક્ષિત નિશ્ચિત ચક્રવતી પદ્મવાળાને આ પૃથ્વી તમારી છે' એમ કહેવું, તે પુનરુક્તિ દોષ જેવુ છે. લક્ષ્મી વડે તમે સ્વયં ગ્રહણ કરાયેલા છે!-એવા તમને ‘લક્ષ્મી ગ્રહણ કરે’ એ વિપરીત વચન છે. સમગ્ર ભુવનતલના ભાર વહન કરનાર તમને રાજ્યભાર વહન કરા' એમ કહેવું તે અયેાગ્ય વચન કહેવાય. લાંખા ભુજા— ૬ ડરૂપી અર્ગલાથી ભુવનનુ રક્ષણ કરનારને ‘ પ્રજાએનું રક્ષણ કરવુ' જોઈએ ’ એમ કહેવું, તે " ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy