SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટ વિદ્યાધરને વિનાશ ૧૭૧ ગુરુ શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યવંત છે, તેમનું શરણું અંગીકાર કર્યું છે. મનુષ્ય વગરની આ ઘોર અટવીમાં મને કેનું શરણ સંભવી શકે ? તે પણ સ્વાભાવિક ધીર–વીર ગુણવાળા આર્યપુત્રનું મને શરણ છે.” આ સાંભળી વિદ્યાધરે કહ્યું કે બેલ, તે તારે આર્યપુત્ર કોણ છે? એ સમયે “કનકવતીના પતિ અદૃશ્યરૂપધારી’ મેં વિચાર્યું કે, ઠીક પ્રશ્ન કર્યો. મને પણ શંકા તે છે જ, ત્યારે કનકવતીની બાલસખી દાસીએ કહ્યું – “જેણે પિતાના ગુણ, રૂપ અને પરાક્રમનો પ્રભાવથી અનેક રાજાઓ સમક્ષ સૌભાગ્યની જયપતાકા માકક સુંદર દેહવાળી મારી સ્વામિનીને સ્વીકારી. જેણે મહાગુણો વડે સમગ્ર શાસ્ત્રને અર્થના રસને નીચેડ કાઢેલ છે એવા, જેણે દૂર રહેલા હોવા છતાં પણ ગમે તે કારણે તમને જાણેલા છે, જે સાહસધન મહાપુરુષે તને દેખે પણ નહિ હશે, તેના વડે જ મારું આત્મરક્ષણ કરવાની અભિલાષા રાખું છું.' આવાં વચને સાંભળીને દાંતથી હોઠ દબાવતા અને ભયંકર ભ્રકુટી ચડાવતા વિદ્યારે કહ્યું કે-“તે નરાધમના શરણથી તારું જીવિત અવશ્ય નથી જ.” એમ બોલતા તે વિદ્યાધરે વીજળીના તેજ સરખું ચમકતું મંડલાઝ મ્યાનમાંથી બહાર ખેંચ્યું. તેના ભયથી તેને પરિવાર વૃક્ષના આંતરામાં છૂપાઈ ગયે. આ સમયે મેં પ્રગટ થઈને હસતાં હસતાં કહ્યું–અરે વિદ્યાધરાધમ ! બાયલા ! સ્ત્રીઓની વચ્ચે બનેલા વીર ! આ યુવતીના ઉપર પગ ચલાવતાં તને તારા પાંચભૂત ઉપર લજ્જા નથી આવતી? તારા સરખા પુરુષ ઉપર તરવાર ચલાવતાં મને પણ શરમ આવે છે, તે પણ આવા પ્રસંગમાં બીજું શું કરી શકાય? નિઃસંશય હવે તું હ-ન હત થઈશ. મારી સન્મુખ આવ.” એમ બોલતાં મેં મ્યાનમાંથી તરવાર બહાર ખેંચી કાઢી. તે ૫ણુ હથિયાર ગ્રહણ કરીને મારી સન્મુખ આવ્યું. એક બીજાના લાગ શોધતા પરસ્પર ભમવા લાગ્યા. તેને પરિવાર અને દાસચેટી ભય પામ્યા. ત્યાર પછી તેણે મારા ઉપર ખડુગ ઉગામ્યું. દક્ષપણાથી મેં તેને પ્રહાર ચૂકવ્યું. તેવી જ રીતે વળી સન્મુખ આવીને રહ્યો. અષ્ણરત્ન ઊંચે ઉગામીને મેં ફરી જંઘાના પ્રદેશમાં ખગન–પ્રહાર કર્યો. તરવારને છેડે ઘા તેને લાગ્યું. વળી તે મારા ઉપર ઉછળે, મારી ગરદન ઉપર પ્રહાર કર્યો. મેં પણ ઉપરથી જ તેના ઘાનું લક્ષ્ય ચૂકવ્યું અને તેના લક્ષ્ય બહાર મારું મંડલા ચલાવ્યું. એટલે તેની ભુજા સાથે ખગરત્ન નીચે પડી ગયું. દક્ષતાથી વળી ડાબા હાથમાં ખડ્ઝ ગ્રહણ કર્યું. વળી પણ ડાબા હાથથી મારા ઉપર પ્રહાર કર્યો, મેં પણ તેને પ્રહાર ચૂકવ્યું અને તરત જ તરવાર આકાશમાં ભમાંડીને વિદ્યાધરનું મસ્તક છેદી નાખ્યું, એટલે તે ભૂમિ પર પટકાયું. તે વિદ્યાધર મૃત્યુ પામ્યા પછી ભય પામેલા તેના પરિવારને મેં સાત્વન આપ્યું. તે ત્રણે કન્યાઓ મારી પાસે આવી ત્રણેય કન્યાએ મને કહ્યું કે, અમને આ વિદ્યાધર-પિશાચથી તમે મુક્ત કરાવી, માટે હવે તમે જ અમારી ગતિ છે. મેં પૂછયું કે, તમે તેની પુત્રીઓ છે? તેઓએ કહ્યું કે–અમે રાજપુત્રીઓ છીએ. તે સાંભળી મેં કહ્યું કે, કયા રાજાની ?” એકે કહ્યું કે-શંખપુરના સ્વામી દુર્લભરાજાની કન્યા છું અને આના ભયથી મેં વિવાહની ઈચ્છા કરી ન હતી. મેં પૂછ્યું કે, સનેહના કે બીજા કોઈ કારણે ? કન્યાએ કહ્યું કે, “સ્નેહની તે વાત જ કયાં છે ? કઈ વખત હું અગાસીમાં સૂતી હતી, ત્યારે આ વિદ્યાધરે મારું હરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy