SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo ચાપત્ર મહાપુરુષનાં ચરિત દેખી. તે સર્વે ન જાણી શકે તેવી રીતે અદશ્ય રૂપમાં હું ત્યાં બેઠો. અલ્પ સમય પછી એક દાસીએ કહ્યું કે, હે સ્વામિની! જવાની તૈયારી કરે, વખત થઈ ગયે છે. મોડા પહોંચીશું, તે વિદ્યાધરરાજા કોપાયમાન થશે.” ત્યારે લાંબે નીસા નાખતાં કનકવતીએ કહ્યું કે “અરે! મંદભાગિની હું શું કરું ! મને કુમારભાવમાં તે વિદ્યાધર-નરેન્દ્ર લઈ જઈને મારી પાસે સમયની શરત કરાવી છે કે જ્યાં સુધી હું તને રજા ન આપું, ત્યાં સુધી તારે પુરુષની અભિલાષા ન કરવી.’ તેની તે વાત મેં સ્વીકારી છે પિતાની અનુમતિ અને આગ્રહથી વિવાહ પણ મેં માન્યું છે. હું પ્રિયતમને માનીતી છું. હું પણ તેમના રૂપ-ગુણથી આકર્ષિત થયેલી છું. મારા પતિએ વિદ્યાધર વૃત્તાંત જાણે છે. તે હવે જાણું શકાતું નથી કે, આ વાતને છેડે ક્યાં આવશે? આ કારણે મારું હૃદય શક્તિ થયું છે. અથવા તે મારા પતિ તે વિદ્યાધરના કે પાગ્નિમાં પતંગિયાપણું સ્વીકારશે? અથવા તે તે મને મારી નાખશે? અથવા કંઈક બીજુ જ થશે? સર્વથા ચારે બાજુથી હું આકુલ-વ્યાકુલ બની છું. હવે આ દેહથી શું કરવું? તે સમજાતું નથી. વિદ્યાધર પિતાના બેલથી યુક્ત છે અને વળી દુષ્ટ છે. ભર્તાર મારામાં સજ્જડ અનુરાગવાળા છે અને સ્નેહ છેડતા નથી. યૌવનારંભ ગૌરવવાળા મેટા વિઘવાળ હોય છે. મારા પિતા અને શ્વશુરપક્ષનાં ઘરે ઉત્તમ કુળની પ્રખ્યાતિવાળાં છે. દુનિયાના લેકે અને તેમનું બોલવાનું ઠેકાણું વગરનું હોય છે. કાર્યની ગતિ અતિ કુટિલ હોય છે. આ સર્વ ચિંતામાં હું અતિશય મૂંઝાઈ ગઈ છું. તેની આ સર્વ હકીક્ત સાંભળીને ફરી દાસચેટીએ કહ્યું–જે એમ છે, તે પછી હું જ ત્યાં જાઉં અને કહીશ કે–તેમને મસ્તકની વેદના થઈ હોવાથી આવી શક્યાં નથી. તે બાને જાણી પણ શકાશે કે “તે શું કરવાની ઈચ્છા ધરાવે છે?' કનકવતીએ લાંબો વિચાર કરીને કહ્યું – “ભલે એમ થાવ.” તરત જ કનકવતીએ વિમાન વિકુવ્યું. વિચાર્યું કે, આ ન ગઈ તે સારું કર્યું. હું જ ત્યાં જઈને વિદ્યાધર-નરેન્દ્રપણું દૂર કરીશ. નાટક–પ્રેક્ષણકની શ્રદ્ધા દૂર કરાવીશ. આ જીવલકથી દૂર કરીશ. એમ વિચારો તે દાસી સાથે વિમાનના એક પ્રદેશમાં ચડી ગયે. તે જ પ્રમાણે તે જ સ્થળે વિમાન ગયું. જેટલામાં 2ષભસ્વામીને અભિષેક કરીને નાટય આવ્યું, તેટલામાં તે સ્થળે દાસી પહોંચી ગઈ. વિમાનમાંથી બહાર નીકળીને એક સ્થળમાં બેઠી. બીજા વિદ્યારે પૂછયું કે, આજે તમે મેડાં કેમ આવ્યાં અને કનકવતી ક્યાં છે? ત્યારે આવેલી દાસીએ કહ્યું કે, કનકવતીનું શરીર ઠીક ન હોવાથી મને એકલી છે, તે સાંભળીને વિદ્યાધરાધિપતિએ કહ્યું કે, તું નાટ્ય કર, હું તેનું શરીર બરાબર કરી આપું છું.” એમ કહ્યું, એટલે દાસી ક્ષોભ પામી. તે વખતે મેં મારે દેહ બરાબર સજજ કર્યો. ખચ્ચરત્ન પણ બરાબર પકડ્યું. એટલામાં નૃત્યવિધિ આટોપાઈ ગયે. દેવગૃહમાંથી વિદ્યાધર બહાર નીકળે, બાલદાસીને કેશમાંથી પકડીને કહ્યું કે-“અરે દુષ્ટદાસી ! પ્રથમ તે તારા રુધિરના પ્રવાહથી મારે ધાગ્નિ ઓલવું, ત્યાર પછી તારી સ્વામિનીનું યથોચિત કરીશ.” તે સાંભળીને બાલદાસીએ કહ્યું કે, “તમારા સરખા સાથે સમાગમ થયે છે, તે આવા પ્રકારના વૃત્તાંતના છેડાવાળે છે, માટે તમને એગ્ય હોય તે કરે. પહેલાં જ આ અમે ધાર્યું હતું. આમાં અમને કંઈ આશ્ચર્ય લાગતું નથી. આ સાંભળી વધારે કે પાયમાન થયેલા વિદ્યાધરે કહ્યું કે, “આમ ગાંડા માફક કેમ પ્રલાપ કરે છે? તારા ઈષ્ટદેવનું સ્મરણ કર, અથવા તે શરણાધીન બને ત્યારે દાસીએ કહ્યું, દેવે, વિદ્યાધરો, ઈન્દ્રો, મનુષ્ય અને તિર્ય પ્રત્યે વાત્સલ્યવાળા આ અષભદેવ ભગવંત ત્રણે લોકના મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy