SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત "" સ્ત્રીઓ જીવતા પુરુષને સેકડો આપત્તિથી પૂર્ણ એવા સ'સાર-સમુદ્રમાં ફેકે છે અને મર્યા પછી દુઃખે કરી પાર પામી શકાય તેવી નરકમાં ધકેલે છે. સ્ત્રીએ પાતાની જાતિના સાગન ખાઇને મોટા સદ્ભાવથી પરિપૂર્ણ પ્રેમ તમને બતાવે છે, પરંતુ મનમાં તે વળી બીજાનુ જ ચિંતવન કરે છે. આ લેાકમાં નિહુ વણસેલી સ્ત્રી પણ ઝેર માફક વિકાર ઉત્પન્ન કરાવે છે, તે પછી વણસી ગયેલી વ્યભિચારણી સ્ત્રી જે નુકશાન કરે છે, તે કહેવાને માટે પણ અમે સમર્થ નથી. આવા પ્રકારના ફૂડ-કપટ-માયા-પ્રપંચ, શૃંગાર-ચેષ્ટા અને કામથી પરિપૂર્ણ એવી મહિલાઓનુ નામ પણ જે ગ્રહણ કરતા નથી, તેઓ ધન્ય છે.”એ વગેરે ઘણુ કહીને પાતાની પલ્લિમાં લઈ જઈ પેાતાની કુલીનતા બતાવીને એકલા પલ્લિપતિએ ગામ બહાર લઈ જઈ ને કહ્યું કે-તમે ગામમાં પહોંચી ગયા છે, પરંતુ સ્ત્રીઓના વિશ્વાસ ન કરશેા. હું પણુ કાર્ય નીપટાવીને પોતાના કાર્યમાં ઉદ્યમવાળા અનીશ' એમ કહીને તે મહાનુભાવ પેાતાનુ ધનુષ અને બાણુ તાડીને કયાં ગયા ? તે ખબર નથી. દુરાચારિણી તે પત્નીને કહ્યું કે–તું બંધુઓની પાસે જા. તેણે કહ્યું, તમારા સિવાય મારે કાઈ ના આધાર નથી, જો તમે મારો ત્યાગ કરશે, તા હું ફાંસા બાંધીને આત્મહત્યા કરીશ ' એમ કહીને તે ગળામાં ફ્રાંસે નાખવા લાગી. તેનુ નિવારણુ કરીને મેં વિચાર્યું” કે-આ પણ હાય, બીજું પણ હોય, તે નથી પણ હાતુ, જે અહિં નથી. વિશાલ એવા મહિલાના મનમાં અન્યાઅન્ય વિરુદ્ધ એવી સંભાવના હાઈ શકે છે. આમ વિચારીને મેં મારા બંધુએને મારી પત્ની સમર્પણ કરી. તીવ્રતર સંવેગ-પૂર્ણ વૃદ્ધિ પામતા : વૈરાગ્યાતિશયવાળા હું પણ તેવા પ્રકારના આચાય ની પાસે દીક્ષા ગ્રહણુ કરીને પ્રત્રજ્યા–પર્યાયનું પાલન કરીને સમાધિ-પૂર્વક મરીને દેવલાકમાં ગયા. હેર ત્યાંથી ચવીને આંધ્ર દેશમાં અશાકચદ્ર રાજાને અશેષકભદ્ર નામના પુત્ર થયા. કલા સાથે વયથી વૃદ્ધિ પામ્યા. પિતાએ સે કન્યા સાથે મારાં લગ્ન કર્યાં. કોઈક વખતે બહાર ઉદ્યાનમાં ફરવા ગયા, ત્યારે પ્રથમવયમાં દીક્ષા અંગીકાર કરેલ મુનિનાં દન થયાં. તેને દેખતાં જ હૃદયમાં સ્નેહ ઉત્પન્ન થયેા. નેત્રયુગલ વિકવર થયું. અગાપાંગમાં શાંતિ વ્યાપી ગઈ. પ્રણામ કરીને તેમની નજીકમાં બેઠો. મેં તેમને પૂછ્યું કે-હે ભગવ ંત! તમને દેખીને હું આનંદ કેમ અનુભવું છું? માટે જો આપના જ્ઞાનના વિષયમાં આ હકીક્ત હોય તે જણાવેા. ભગવંતે ક્યું, હું સૌમ્ય ! સાંભળ, હું જ્યારે પત્ની સાથે હતા, ત્યારે પલ્લીમાંથી મારા ગામે તમે મને પહોંચાડયા હતા, મેં કહ્યું કેવી રીતે? ત્યારે ભગવ ંતે યથાસ્થિત શીલવતીના વૃત્તાન્તથી વીરકે ધનુષ-ભંગ કર્યાં, ત્યાં સુધીની સર્વ પૂર્વની હકીક્ત કહી. તેા - હે મહાપુરુષ ! સ્વચ્છંદચારીઓના આવા વિવિધ પ્રકારના વિલાસા હૈાય છે. કર્મીની પરિણતિ વિષમ હોય છે, રમણીએના પ્રસગા દુઃખઅતવાળા હાય છે, માહના વિપાક ભયંકર છે, કષાયા સંસાર વધારનારા છે, વિષયાભિલાષાએ નરકગમનના હેતુઓ છે, કામદેવ દુય છે, દુઃખફળ આપનાર પાપે છે, યૌવન અસાર જીવિત ચપળ છે, લક્ષ્મી ચંચળ છે, સ્વજન-સમાગમ સ્વ×સમાન છે, સ’સારવાસ ભયંકર છે, મનુષ્યપણું દુર્લભ છે, ફરી આવી અને આટલી ધ સામગ્રી ઘણી મુશ્કેલ છે, એમ ચિંતવીને ધમ ઘાષ આચાર્યની પાસે દીક્ષા પાલન કરીને દેવલાકમાં ગયા ફ્રી પણ આજ ભરતક્ષેત્રમાં ઈન્દ્રદત્તના પુત્ર પુર દરદત્ત નામથી ઉત્પન્ન થયા. યૌવનવયમાં લક્ષ્મીપર્વત પર જતાં જતાં ઋષભસેન નામના સાધુનાં દર્શન થયાં. અતિશયજ્ઞાનવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy