SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ણય કરવો. શાસ્ત્રો સર્વજ્ઞનાં છે. સર્વજ્ઞ જ આપણું સાચું હિત કરી શકે છે. માટે શાસ્ત્રોને જ પ્રધાન-મુખ્ય બનાવીને વ્યવસ્થા ગોઠવવી. ૨૯ - ઈલેક્શન પદ્ધતિને શક્યતઃ ટાળવી. એનાં અપાર અનિષ્ટો છે. સંઘ દ્વારા અથવા ટ્રસ્ટ મંડળ દ્વારા જ નૂતન વહીવટદારોનું સિલેક્શન (પસંદગી) થાય. ગીતાર્થ ગુરુભગવંતો પાસે એ પસંદગી અનુમોદન કરાવવું હિતાવહ છે. ૩૦ - સંઘની વાર્ષિક જરૂરિયાતને લક્ષમાં લઈ; જરૂ૨ પૂરતી ૨કમ રાખી બાકી બધી જ ૨કમ સુયોગ્ય ક્ષેત્રોમાં લગાવવી જોઈએ. આ કાળમાં આ સૌથી જરૂરી બાબત છે. ૩૧ - જે સ્થાને ૨કમ વાપરવાની હોય ત્યાંની વ્યવસ્થા, ક્ષમતા, વહીવટ વગેરેનો અંદાજ કાઢી લેવો જોઈએ. પોતે જાત-દેખરેખ તપાસ કરી પછી જ દાનમાં ૨કમ આપવી જોઈએ. સંઘ સક્ષમ હોય તો ૨કમ લોનરૂપે પણ આપી શકાય. ૩૨ - સોમપુરાઓના ભરોસે બાંધકામ, નિર્માણ, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો ન કરવાં. જૈન સંઘના નિઃસ્વાર્થ કર્મઠ કાર્યકર્તા, આગેવાનોની સલાહ લેવી જોઈએ; જેથી સંઘના દ્રવ્યનો ખોટો વેડફાટ ન થાય. ૩૩ - નિર્માણ-જીર્ણોદ્વારાદિ કાર્ય ઉપર ટ્રસ્ટી પોતે દેખરેખ કરે, એ જરૂરી છે. કૉન્ટ્રાક્ટરોના ભરોસે કામ કરવામાં ઘણી પરેશાની અને બિનજરૂરી વેડફાટ-ખર્ચ થવો સંભવિત છે. જયણા પણ પળાતી નથી. ૩૪ - જીવદયાની ૨કમ રોકી ન રાખવી. તરત જીવોને છોડાવવા માટે કે પાંજરાપોળોમાં પશુઓના ઘાસ-ચારા વગેરે માટે મોકલી આપવી જોઈએ; નહિતર અંતરાયનું પાપ બંધાય છે. ૩૫ - અનુકંપા માટે પણ શાસ્ત્રીય માર્ગોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ ૨કમથી હિંસાને ઉત્તેજન આપતી હૉસ્પિટલો વગેરેને પ્રોત્સાહન ન મળે એનું લક્ષ રાખવું. ૩૬ - આપણા સંઘમાં થતા દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગે જીવદયા અને અનુકંપા પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy