SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 6 - રહેવું જોઈએ કે, આપણે ત્યાં ખાવાનો નહિ પણ ભાવપૂર્વક ખવડાવવાનો મહિમા છે. - તીર્થસ્થાનો અને ધર્મસ્થાનોમાં નવરાત્રિના ગરબાઓ, જન્માષ્ટમીનો જુગાર, આશાતનાઓ, અભક્ષ્ય ભક્ષણ, અપેયપાન ન થાય તેમજ વિડીઓ, ટી.વી., ટ્રાન્ઝિસ્ટર, દૈનિક-સામયિક પત્રો વગેરે દ્વારા વિલાસિતા-બિભત્સતા, અશ્લિલતાને પ્રોત્સાહન ન મળે એનો પાકો બંદોબસ્ત કરવો. ધર્મસ્થાનનું ખાતું જે જે બેન્કોમાં હોય ત્યાં ટ્રસ્ટીએ પોતાનું અંગત ખાતું ન રાખવું. ધાર્મિક ખાતાઓની F.D. અને જમા ૨કમો ઉપર પોતે ક્રેડીટ ન મેળવે. આ મોટો દોષ છે. ૯ પોતે ચડાવા બોલતાં જ તરત રકમ ભરી દેવી. તરત રકમ ભરવા માટે અગાઉથી જાહેરાત કરવી. એ માટે બોર્ડ પણ લગાડવું અને બીજાઓને પણ ૨કમ તરત ભરવા માટે બધી રીતે પ્રોત્સાહિત કરવા. ૧૦- નક્કી કરેલ મુહૂર્તમાં ચડાવાની ૨કમ ન ભરાય તો શાહુકારી દરોથી ચાલી રહેલ વ્યાજ લગાડવાની વ્યવસ્થા ગોઠવી. આવું ન કરાય તો દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય, ચડાવો બોલનારના ઘર-વ્યાપારમાં વપરાય છે. એથી તેઓ ધર્મદ્રવ્યના ભોગી બને છે. ૧૧ - દરેક ટ્રસ્ટી કે વહીવટદારના માથે એક ગીતાર્થ સદ્ગુરુ હોવા જોઈએ કે જેમની શાસ્ત્રાનુસારી આજ્ઞા-માર્ગદર્શન એના માટે સર્વસ્વ હોય. ૧૨ - અમારો ટ્રસ્ટી સમ્યક્ત્વપૂર્વકના બારે વ્રતોને ધારતો હોય તો સોનામાં સુગંધ ભળી. સમ્યક્ત્વધારી શ્રાવક ૧ - શ્રી વીતરાગદેવ, ૨ - નિગ્રંથ ગુરુ અને ૩ - જિનાજ્ઞામૂલક જીવદયાપ્રધાન જૈન ધર્મ : આ ત્રણે સિવાય અન્ય કોઈ પણ રાગી, દ્વેષી, અજ્ઞાની દેવગુરુઓને તેમજ હિંસક ધર્મોને ન માને. અનિવાર્ય સંયોગ વિના તેમના સ્થાનોમાં ન જાય. ૨૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy