SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સાધ્વી : તમારે સાધુ-સાધ્વીજીની ભક્તિ કરવી હોય તો તે પહેલાં તમારે એ બંને ક્ષેત્રો પ્રત્યે હૈયામાં પૂજ્યભાવ કેળવવો પડશે. બને કે સાધુ-સાધ્વી વધુ જ્ઞાની ન હોય, વિશિષ્ટ પ્રભાવક ન હોય, સમૃદ્ધ કુટુંબમાંથી આવ્યાં ન હોય. એમના વિશિષ્ટ ગુણો કે પૂર્વાવસ્થાનો તમને કદાચ ખ્યાલ ન હોય તોપણ આ મારા પરમાત્માના શાસનના સાધુ-સાધ્વીજી ભગવંતો છે, એમ માની તમારે એમની ભાવપૂર્વક નિર્દોષ આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-ઔષધ-વસતિ (ઉપાશ્રય) કે અન્ય જરૂરી ઉપકરણોથી ભક્તિ કરવાની છે. એમની સંયમચર્યા નિર્દોષ, નિષ્કલંક રહે એ માટે તમારે પ્રયત્ન કરવાનો છે. એમનો વિહાર નિરુપદ્રવ બને, એ માટે તમારે આયોજન કરવાનું છે. સક્ષમ, ઉદાર અને ભાવનાસંપન્ન વ્યક્તિઓને તો આ બે ક્ષેત્રની ભક્તિ વિશે વિગતથી સમજાવી શકાય તેમ છે. ચારે બાજુની પડતી પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીજીના વિહાર કેમ જળવાઈ રહે, એમની સંયમચર્યા નિર્દોષ કેમ બની રહે, વિહારના માર્ગો કેમ ટકી રહે, એ બધા અંગે ખૂબ વિચારણા કરવી પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે મલ્ટીનેશનલ કંપનીઓએ ગામડાંઓના હાઈવે પરની કિલોમીટરના કિલોમીટરની જગ્યાઓ ખરીદી લીધી છે. એ પટ્ટામાં ક્યાંય ઉતારો, ગોચરીપાણી ન મળે. પરિણામે સાધુ-સાધ્વીજીના વિહાર બંધ થાય અને એઓએ એક જ સ્થાને સ્થિરવાસી થવું પડે એવાં ભયસ્થાનો ઝડપથી ઊભાં થવા લાગ્યાં છે. બીજી તરફ વિહારના માર્ગોમાં “વિહારધામો ઊભાં થવા લાગ્યાં છે, જેમાં એકાદ માણસ રસોઈ બનાવવા માટે રાખેલો હોય. એ આવીને સાધુ-સાધ્વીજીને શું શું બનાવવું એ પૂછી જાય. આ સંયોગમાં સાધુ-સાધ્વીજી કાંઈ બોલે તોય મૂંઝવણ, ન બોલે તોય મૂંઝવણ. એ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીસંઘની સંયમચર્યા ખૂબ જ દૂષિત બની રહી છે. વળી હાઈવે ઉપર મંદિરો બનાવવાની અને એને તીર્થનું નામ આપવાની જાણે આજે હોડ ચાલી છે. ગામના ભગવાનનું ઉત્થાપન नविनजिनगेहस्य निर्माणे यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ।। W, M * * * ૧૭૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy