SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સભા: સાધુભગવંતના પુસ્તકોનો ઉપયોગ શ્રાવકથી કરાય કે ન કરાય ? ના, ન કરી શકાય. શ્રી દ્રવ્યસપ્તતિકાની બારમી ગાથાની વૃત્તિમાં લખ્યું છે કે – ज्ञानद्रव्यमपि देवद्रव्यवन्न कल्पते एव । अतः ज्ञानसत्कं कागदपत्रादि साध्व्याधर्पितम्, श्राद्धेन स्वकार्ये न व्यापार्यम्, स्वपुस्तिकायामपि न स्थाप्यम् समधिकं निष्क्रयं विना । જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ (શ્રાવક-શ્રાવિકાને) ન જ કલ્પી શકે. એટલા માટે જ્ઞાનસંબંધી કાગળ-પત્ર વગેરે સાધુઆદિને અર્પેલું શ્રાવકે પૂરતો કે અધિક નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં ન વાપરવું. પોતાના પુસ્તકો ભેગું (લખાવવા વગેરેમાં) પણ ન રાખવું. સભા જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ શું કરવો ? આ જ્ઞાનદ્રવ્યમાંથી આગમાદિ ધર્મગ્રંથો તાડપત્ર પર લખાવવા જોઈએ. એ ન બને તો પછી નેપાલ વગેરે જે પણ દેશમાંથી ટકાઉ કાગળો મળી શકે તેના ઉપર લખાવવા જોઈએ. આજની વૈશ્વિક પરિસ્થિતિ વિષમ છે. કયા વિસ્તારનો કઈ રીતે નાશ થશે તે કશું જ કહી શકાય તેમ નથી. માટે ભારતના પ્રત્યેક રાજ્યમાં કમસે કમ એક ભંડાર, ભૂમિગત બોમ્બ વિરોધી બંકરો બનાવીને તેમાં ગ્રંથોને સુરક્ષિત કરી દેવા જોઈએ. જેથી ૭૦૦-૧૦૦૦-૧૫૦૦ વર્ષ સુધી જ્ઞાનને કોઈ ઊની આંચ ન આવે. એકાદ સ્થાને ગ્રંથો નાશ પામે તોય બીજા સ્થળેથી ઉપલબ્ધ થઈ શકે. આવું આયોજન સંઘોએ કે સુશ્રાવકોએ મળીને ગોઠવવું જોઈએ. આજનાં કોમ્યુટરો ઉપર ભરોસો મૂકી શકાય નહિ. ગમે ત્યારે ડેટા ઊડી જાય, વાયરસ લાગુ પડે આકાશી તારાઓ-ઉલ્કાપાત કે અણુબોમ્બ જેવી હોનારતોથી બધું સાફ થઈ જાય. આપણી જ્ઞાનસંપત્તિ નાશ ન પામી જાય તે માટે સમુચિત ઉપાયો કરવા જોઈએ. મારી છે अहो आश्चर्य !जिनमंदिर, जिनप्रतिमा, जिनागमएवंजैन संघ (साधु-साध्वी-श्रावक-श्राविका) स्वरूप सात क्षेत्रो में बोया गया धन अनंत अक्षत-मोक्षफल को देनेवाला बनता है। પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy