SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ આજે જેવી દશા શ્રીમંતોની થઈ છે, તેવી દશા ઘણા લોકોએ પ્રભુની કરી દીધી છે. એક શ્રીમંતે બીજી વ્યક્તિને કહ્યું કે, “તમે ઘણા નસીબદાર છો કે તમને રોજ તમારાં માતા-પત્ની કે પુત્રવધૂના હાથે બનેલી રસોઈ ખાવા મળે છે, અમારે તો એમાંથી કોઈ હોતાં જ નથી, રસોઈઓ રાખેલો છે એ જ બનાવે અને પીરસે. એમાં મોડું થઈ જાય તો એય રાખી મૂકે અને અમારે જાતે લઈને ખાવાનું હોય. આ અમારું શ્રીમંતોનું નસીબ છે.' તમે જાતે કેસર વાટીને પ્રભુની પૂજા કરો એનો આનંદ કોઈ અલગ છે, પણ તમે તો ભગવાનને સોંપી દીધા પૂજારીને, ભગવાનનાં જંગલૂછણાદિ એ કરે અને તમારા માટે પણ કેસર તૈયાર રાખે ! બધાં કામ પૈસાથી ન થાય, પોતે પણ ઘસાવું પડે. માત્ર બાર મહિનાનું દ્રવ્ય આપી દો (ચડાવાથી) કે પૂજારીનો પગારે આપી દો, તેથી તમારી જવાબદારી પૂર્ણ થતી નથી. હું એ ચીજને વખોડતો નથી, જે કરો એ સારું જ છે, છતાં વધુ સારું શું છે એ બતાવું કે નહિ ? ઘરે જમાઈ આવે ત્યારે ઘરમાં બધાં જ સાધનો, રસોઈઓ, માણસો હોવા છતાં તમે પોતે જ જમાડો ? કેમ ભાઈ ? માણસ પણ જમાડી શકે છે ને ? પણ ના, ત્યાં પોતાને ઉલ્લાસ છે, “મારો જમાઈ છે' - આવો ભાવ છે. અહીં પરમાત્મા મારા છે' - એવો ભાવ હજુ જાગ્યો નથી, એનું આ પરિણામ છે. પરમાત્માની પ્રક્ષાલ પૂજા, અંગલુછણાં, આંગી, ગભારાની સાફસૂફી આદિ બધાં જ કામો શ્રાવક-શ્રાવિકાએ જાતે જ કરવાનાં છે. પૂજારી રાખવો પડે તે માત્ર બહારનાં કામો કરવા માટે. પૂર્વે અમારી શ્રાવિકા બહેનો પોતે પરમાત્માની પૂજા માટેનું જળ કૂવા વગેરે સ્થળેથી લાવતી. જેઓ પોતે પૂજા કરી શકતા ન હતા, તેઓ પણ પુષ્પ વગેરે સામગ્રી લાવીને પૂજા કરનારને આપતા ને પૂજા કરાવતા. यदि आपमें चेतना हो तो इन्हीं वीतराग तीर्थंकर की आदरपूर्वक पूजा करें, याद करें, सेवा करें - एवं इन्हीं के शासन की सेवा करें। ___ - जिनमहत्त्व बत्रीशी રોજ 1 મહામી | પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy