SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-૪, તા. ૬-૪-૨૦૦૩, રવિવાર. સવારે ૯-૩૦, પાવાપુરી તીર્થધામ (રાજ.) અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્ર નામના મહાન ગ્રંથરત્નના તૃતીય પ્રકાશમાં સમ્યક્તધારી પુણ્યાત્મા શ્રાવક સવારથી સાંજ સુધી કેવી ધર્મસાધના કરે તેનું વર્ણન કર્યું છે. એ દરમ્યાન શ્રાવકો સાતક્ષેત્રની કેવી કેવી રીતે ભક્તિ કરે એ બાબતમાં તેઓશ્રીએ જે કહ્યું છે, તે ઘણુ બધું ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે, એટલે તે અંગેની કેટલીક વાતો આજે મારે તમારી સમક્ષ કરવાની છે. શ્રાવકજીવનનું લક્ષ્ય શ્રમણજીવન પામવાનું જ હોવું જોઈએ. અગર આ લક્ષ્ય નથી તો એ સાચું શ્રાવકજીવન જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – सर्वविरतिलालसः खलु देशविरतिपरिणामः । . उम्मग्गदेसओ मग्गनासओ गुढहिययमाइलो । सढसीलो य ससल्लो तिरियाऊं बंधए जीवो ।। ૧૪૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy