SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આ આગવી, અલૌકિક, એવી વ્યવસ્થા છે. જેમનું પણ બહુમાન થાય તેમના મનમાં એ ભાવ પ્રગટવો જોઈએ કે, આજ સુધી મારા માથે જે જવાબદારી હતી તે હવે વધે છે. આજ સુધીમાં પ્રભુશાસનની, શ્રીસંઘની સેવા-ભક્તિનું જે પણ કાર્ય મેં કર્યું છે, તેથી વધુ હવે મારે કરવાનું છે અને જે પણ કરવાનું છે, તે જિનાજ્ઞા પ્રમાણે કરવાનું છે. આજ સુધી ભલે શાસ્ત્રજ્ઞાન ન હતું, એટલે જેમ તેમ પણ કાર્ય થયું છે, પણ હવે આ બધા વિષયોનું શાસ્ત્રીય જ્ઞાન મારે ચોક્કસ મેળવવું છે, જેથી અજાણતાં ય જિનાજ્ઞા વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય. બહુમાન શબ્દમાં બહુમાન આ બે શબ્દો આવે છે. બહુ શબ્દ ભારવાચક છે. તમારા ઉપર ખૂબ ભાર આવે છે. આ બહુમાન' તમને એક જ વાત જણાવે છે કે હવે જિનાજ્ઞા અનુસાર શાસન, સંઘના કાર્યનો ભાર તમારા ખભે મૂક્યો છે, તે ભાર તમારે ઉપાડીને જીવવાનું છે. બહુમાન સમયે સાફો પહેરાવ્યો, પ્રસંગ પતે તમે સાફો ઉતારી દેવાના એ ખબર છે; પણ એ સાફા સાથે તમારા ઉપર જિનાજ્ઞા અનુસાર શાસન, સંઘના કાર્યોની - જવાબદારીનો જે અદશ્ય ભાર મુકાયો છે, તે હવે ઊતરવો ન જોઈએ. હવે જીવનમાં ક્યાંય માન-કષાય, ઈર્ષ્યા-અસૂયા, અહં કે કોઈ નબળી વૃત્તિઓ સ્પર્શવી ન જોઈએ. આવું કાંઈક આવે તો તરત આ પાવાપુરી ધામ”ને તમે યાદ કરજો. અહીંના માહોલને યાદ કરજો. ચતુર્વિધ શ્રીસંઘની હાજરીને યાદ કરજો. સંઘની ઉપસ્થિતિમાં સંઘવી પરિવારે આજે તમારું બહુમાન કર્યું છે, એ પળને યાદ કરજો. આ દરેકનો હવે તમને ભાર હોવો જોઈએ. અમે - સાધુઓ તમારા-શ્રાવકના બહુમાનમાં હાજર શા માટે રહીએ ? અમારે શી જરૂર ? હાજર ન રહીએ તો ચાલે. કોઈ અમને પૂછે નહીં કે કેમ હાજર રહ્યા? છતાં અમે હાજર એટલા માટે રહ્યા કે તમારું બહુમાન અમારી નિશ્રામાં થાય અને કોક વાર તમે કાંઈક ખોટું કરવા માગતા હો તો અમારી मार्ग पर जा रहे दो पुरुषों में एक देखता हो और दूसरा उस देखते का अनुसरण करनेवाला अंध हो, तो दोनों एक साथ ही गंतव्य स्थान पर पहुँचते हैं। - यतिलक्षणसमुझय टीका ક તાદા રાખતા તો તે ૪ પ્રવચન-૪ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy