SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પવર્ગ ૨૧ આ પૃથ્વીને અને દેવક સહિત એવા આ મલકને જાણું શકશે અથવા એ જ સાધક આ પૃથ્વી ઉપર અને દેવલોક સહિત એવા આ યમલેક ઉપર વિજય મેળવશે અને એ જ આર્ય સાધક સારી રીતે ઉપદેશેલ ધર્મવચનને ફૂલની પેઠે સંચય કરશે. ૨ આ કાયાને પાણીનાં ફિણ જેવી જાણીને, તેને ઝાંઝવાનાં જળ જેવી સમજતો સાધક “માર”નાં પુષ્પમય શસ્ત્રોને છેદી નાખી મૃત્યુરાજ ની નજર બહાર જાય છે. ૩ માનવનું મન વિષયમાં વિશેષ પ્રકારે આસક્ત હોય છે અને હજી તો એ ફૂલોનો સંગ્રહ કરતો હોય છે–પોતાની નવી નવી તૃષ્ણએને પૂરવાને તૈયાર થતો હોય છે, એટલામાં જ સૂતેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય તેમ તેને–પેલા આશાભર્યા માનવીને પકડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૪ માનવીનું મન વિષયોમાં વિશેષ પ્રકારે આસક્ત હોય છે; અને હજી તો એ આશાએરૂપી પુષ્પોનો સંગ્રહ કરતો હોય તેલ (શિક્ષ) શબ્દ છે અને તે બૌદ્ધ પરંપરાને પારિભાષિક છે. સંસારના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેતા લોકોને માટે બૌદ્ધપરંપરામાં પૃથઝન’ શબ્દ છે; જેઓ ધર્મમાર્ગ તરફ વળેલા છે, તેમને માટે “સતાપ” શબ્દ (જુઓ અપ્રમાદવ ગાથા બીજી “આર્ય ઉપરનું ટિપ્પણ) છે. આ સતાપભૂમિકા મેળવ્યા પછી અહંતની ભૂમિકા સુધી પહોંચવા પ્રયત્ન કરનારા આર્યસાધકે “સેખ” કહેવાય છે. મૃત્યરાજની–મૂળમાં આ માટે માર શબ્દ છે. માનવની પવિત્ર વૃત્તિઓને મારી નાખે તે માર. માણસનો અધ પાસ કરનારી વૃત્તિઓનું એ સૂચક નામ છે. પુરાણોમાં જેમ મદન'ની કલ્પના છે, તેમ બૌદ્ધ શાસ્ત્રમાં “માર”ની કલપના છે. કેટલેક સ્થળે આ “માર' શબ્દ મૃત્યુને પણ બતાવે છે. “માર'ને બીજો પર્યાય આત્માનો શત્રુએ સેતાન વા દાનવ પણ થઈ શકે. (જુઓ યમવર્ગ, ગાથા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy