SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના પદો-ધમ્મપદ असुभानुपस्सि विहरन्तं इन्द्रियेसु सुसंवुतं । भोजनम्हि च मत्तझं सद्धं आरद्धवीरियं । तं वे नप्पसहति मारो वातो सेलं व पब्बतं ॥८॥ अनिक्कसावो कासावं यो वत्थं परिदहेस्सति । अपेतो दमसच्चेन न सो कासावमरहति ॥९॥ તેવાં હાડકાં, ચામડું, લોહી વગેરેને જ એ માણસ પોતાના રાગભાવથી મનહર સમજે છે; એટલે એ લાવણ્ય વગેરે તરફ આસક્તિ રાખવાને બદલે વિવેકી પુ તટસ્થવૃત્તિ રાખવી ઘટે. આમ કરવા માટે “તે તરફ અશુભપણુને સંકલ્પ કેળવવો” એ પણ એક સાધન છે. સાથે સાથે વિવેકવૃત્તિ પણ ચાલતી રહેવાથી એ સંકલ્પને લીધે એ વસ્તુઓ તરફ ઠેષ થવાનો સંભવ નથી. વિવેક ન હોય, તો દેવૃત્તિ કેળવાય અને એથી વળી ભારે બીજો અનર્થ ઊભો થાય; માટે એ અશુભપણુના સંકલ્પ સાથે વિવેક હેવો જ જોઈએ. આ અશુભ સંકલ્પ કેળવનારા વિવેક મનુષ્યો “અસુભાનુપસ્સી (અશુભને જેનારા) કહેવાય છે; અને એ લાવણ્ય વગેરે તરફ શુભ સંકલ્પ કેળવનારા અવિવેકી આસક્ત મનુષ્યો “સુભાનુપસી' (શુભને જેનારા) કહેવાય છે. આ વિશે ગીતામાં કહેવું છે કે – रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियश्चरन् । . સમાધેિયાત્મ પ્રસાધિદતિ . (ગી. અ૨, શ્લોટ ૬૪) અર્થાત રાગદ્વેષ ન હૈય–તટરથવૃત્તિ હેય, ઇદ્રિ પોતાના અંકુશમાં હેય એવી પરિસ્થિતિમાં રહી જે વિવેકી અનાસક્ત મનુષ્ય એ લાવણ્ય વગેરે વિષયો તરફ નજર કરે, તો પ્રસાદને–પ્રસન્નતાને પામે છે, એ લાવણ્ય વગેરે પરમેશ્વરની કૃપાનાં પરિણામ છે એમ સમજે છે. એ રીતે જોનારે તેમાં આસક્ત થતો નથી. જૈન પરં. १ म० परिदहिस्सति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy