SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નાગવર્ગ ૧૦૭ હાથી બની જાય છે, તેમ કસાયેલે અથવા પલટાયેલે એક આત્મા તે બધા કરતાં ઉત્તમ નીવડે છે. ૩ જે દિશા અજાણું છે, તે દિશા તરફ જવા સારુ એ વાહનો એટલે પલેટેલાં ખચ્ચર, ઘોડા કે હાથીએ કામમાં આવતાં નથી, ત્યારે જે સાધકે પોતાના આત્માને બરાબર કસેલો છે વા પલોટેલો છે, તે સાધક એ કસેલા આત્મા દ્વારા અજાણું દિશા તરફ પણ જઈ શકે છે અર્થાત્ નિર્વાણું ભણું પણ સુખપૂર્વક જઈ શકે છે. ૪ તોફાને ચડેલો હોય ત્યારે અટકાવવો ભારે પડે એવા મદમાતા ધનપાલક+ નામે હાથીને કેળવ્યા વિના–પલેટ્યા વિના ખીલે બાંધી જ રાખ્યો હોય એટલા માત્રથી તે કાંઈ શાંતિથી પૂળા ખાતો નથી, કિન્તુ તે પિતાના અસલ સ્થાનનાગવનને વારંવાર સંભારીને તે તરફ જવા સારુ ભારે તોફાન મચાવે છે; તેમ કોઈ પણ સાધક પિતાના આત્માને કેળવ્યા વિના–કસ્યા વિના–પલેટ્યા વિના ફક્ત તેને ભિક્ષનો વેશ પહેરાવી દે એટલા માત્રથી તે કાંઈ શાંતિથી રહી શકતો નથી; કિન્તુ એવી સ્થિતિમાં તો એ કેળવાયા વિનાને આત્મા, પેાતાના અસલના પ્રપંચમ સ્થાન તરફ , જવા સારુ ભારે તોફાન મચાવે છે. પ - આ ગાથામાં “ધનપાલક' નામના હાથીની વાત બતાવેલી છે; પરંતુ એ વાત ઉપરથી જે સમજવાનું છે તે આ જ ગાથામાં સ્પષ્ટપણે બતાવેલ નથી, તેથી આ અનુવાદમાં એ અધ્યાહત હકીકતને સ્પષ્ટપણે સમજાવેલી છે અથવા સંભવ છે, કે મૂળરચનાકારનો આશય એ અધ્યાહત હકીકતને નીચેની ૬ ઠી ગાથા વડે સૂચવવાનું હોય, તેમ છતાં અનુવાદમાં અહીં તે હકીકતને સૂચવવાથી ગ્રંથ સંદર્ભમાં કશી હાનિ થતી જણાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy