SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છોધવગ ૭૭ જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો નથી અને અકિંચન છે, તેના ઉપર દુઃખ પડતાં નથી. ૧ તોફાને ચડેલા રથની પેઠે ઉછાળા મારતા ક્રોધને જે પિતાને તાબે કરી શકે, તે જ ખરે સારથિ (રથ હાંકનારે), છે–બાકી બીજા તો ખાલી રાશને પકડી રાખનારા છે. ૨ અક્રોધ વડે ક્રોધને જીતવો, સાધુતા વડે અસાધુતાને જીતવી, દાનવડે કંજૂસાઈ ને જીતવી અને સત્ય વડે અસત્યવાદીને જીતો. ૩ સાચું બોલવું, ક્રોધ ન કરવો, કઈ માગે તો થેડામાંથી પણ આપવું–આ ત્રણ જાતની પ્રવૃત્તિઓને લીધે દેવ પાસે પહેાંચી શકાય છે. ૪ જે મુનિઓ અહિંસક છે, શરીરને સદા સંયમમાં રાખે છે, તેઓ જયાં જઈને શોક કરવાનું રહેતું નથી એવા નિર્વાણના સ્થાને જાય છે. ૫ સદા જાગનારાઓના, રાતદિવસ આત્મશુદ્ધિને સારુ અભ્યાસ કરનારાઓના અને નિવણમાં શ્રદ્ધા રાખનારાઓના બધા દો આથમી જાય છે. ૬ હે અતુલ ! આ વાત જૂની છે–આજકાલની નથી : લોકો મૂંગા બેસી રહેનારાને નિંદે છે, બહુ બોલનારાને નિંદે છે અને ઓછું બોલનારાને પણ નિંદે છે. જગતમાં કઈ અનિંદિત નથી. ૭ સંજ્ઞાસ્કંધ અને સંસ્કારસ્કંધ એ ત્રણે સ્કંધનો અથવા કોઈ વાર વિજ્ઞાન સ્કંધને આ નામરૂપમાં સમાવેશ થાય છે અને રૂપમયમાં રૂપરકંધનો સમાવેશ થાય છે. જુઓ પંદરમા સુખવર્ગની ગા. ૬ નું ટિપ્પણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy