SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ ૧ * ‘નિયમેઽત્તિ' - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રતિમાના નિયમમાં તો પ્રતિમાની યોગ્યતા અક્ષત છે, પરંતુ પ્રતિમાના અનિયમમાં પણ=પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાંથી સામગ્રી મળે તો પ્રતિમા થાય અને સામગ્રી ન મળે તો પ્રતિમા ન થાય, એ પ્રકારના અનિયમમાં પણ, પ્રતિમાની યોગ્યતા અક્ષત છે. * ‘તસ્યાનિયમેડ' અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ફળના નિયમમાં તો કર્મના ફળની યોગ્યતા અક્ષત છે, પરંતુ ફળના અનિયમમાં પણ કર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ટીકા ઃ प्रतिमाया इति - प्रतिमाया अनियमेऽपि = अनैकांत्येऽपि दार्वादिदले यथा योग्यता प्रतिमाया अक्षता, तथालोकव्यवहारात् फलस्य सुखदुःखादिरूपस्य पुरुषकारबाध्यत्वेनानियमेऽपि एवं कर्मयोग्यताऽक्षता, अध्यवसायविशेषप्रयुक्तरसस्थितिविशेषघटितत्वात्तस्याः प्रामाणिकलोकप्रसिद्धत्वाच्च, फलाभावेऽपि बाध्यकर्मयोग्यता व्यवहारस्येति भावः । तदुक्तं - — “नियमात्प्रतिमा नात्र न चातोऽयोग्यतैव हि । તજ્ઞક્ષળવિયોગેન પ્રતિનેવાસ્ય વધ:” ।। વૃત્તિ ।।૨૨।। ટીકાર્ય ઃ प्रतिमाया વાઘ:” કૃતિ ।। પ્રતિમાતા અનિયમમાં પણ=પ્રતિમાની નિષ્પત્તિના વિષયમાં અનેકાંતપણું હોવા છતાં પણ, કાષ્ઠાદિ દલમાં જે પ્રમાણે પ્રતિમાની યોગ્યતા અક્ષત છે; કેમ કે તે પ્રકારનો લોકવ્યવહાર છે=પ્રતિમાને યોગ્ય કાષ્ઠાદિમાં “આ કાષ્ઠાદિ પ્રતિમાને યોગ્ય છે,” એ પ્રકારનો લોકવ્યવહાર છે એ રીતે પુરુષકારથી બાધપણારૂપે સુખદુ:ખાદિરૂપ ફળતા અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત છે; કેમ કે તેનું=કર્મની યોગ્યતાનું, અધ્યવસાય-વિશેષ-પ્રયુક્ત રસસ્થિતિવિશેષ ઘટિતપણું છે=કર્મ બાંધતી વખતે થયેલા અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત એવા તે તે ફળને અનુકૂળ રસવિશેષથી અને તે તે કાળ સુધી ફળ આપે તેવી સ્થિતિવિશેષથી યુક્તપણું છે, અને પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધપણું છે=કોઈક શારીરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy