SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨૬ ૧૨૩ પુરુષનું ફૂટસ્થપણું કેમ અસંગત છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - અભિવ્યંજકપણું એટલે અભિવ્યક્તિજનકપણું અર્થાત્ અભિવ્યક્તિરૂપ કાર્યનું કારણપણું. અને તે રીતે પુરુષને અભિવ્યક્તિરૂપ કાર્યનું જતક સ્વીકારીએ તે રીતે, “અકારણ અને અકાર્ય પુરુષ છે એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું વચન હણાય છે, એ પ્રકારે ભાવ છે અર્થાત્ અકારણ અને અકાર્ય પુરુષ છે, એ કથન દ્વારા સાંખ્યદર્શનકાર આત્માને ફૂટસ્થ સ્થાપન કરે છે, અને પુરુષને અભિવ્યંજક સ્વીકારવા દ્વારા અભિવ્યક્તિનું કારણ સ્વીકારે છે, તેથી પુરુષને ફૂટસ્થ કહેતા સાંખ્યવચન હણાય છે, એ પ્રકારે ભાવ છે. પુરુષને અભિવ્યક્તિરૂપ કાર્યનું જનક સ્વીકારવાથી પુરુષનું ફૂટસ્થપણું સિદ્ધ થાય નહિ. તેના નિવારણ માટે અભિવ્યક્તિજનકપણાનો અર્થ સાંખ્યદર્શનકાર અન્ય રીતે કરે છે કે જેથી પુરુષના કૂટસ્થપણાનો વ્યાઘાત ન થાય. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – મઝાન ..વછેરમાવાન્ ા અધિષ્ઠાતપણું આ છે અભિવ્યક્તિદેશનું આશ્રયપણું વ્યંજકપણું છે અર્થાત્ અભિવ્યક્તિજનકપણું વ્યંજકપણું નથી, પરંતુ બુદ્ધિમાં ચૈતન્યની અભિવ્યક્તિ થાય તેવા યોગ્ય દેશમાં પુરુષનું અધિષ્ઠાતપણું છે, તે વ્યંજકપણું છે. વળી પુરુષ તો સદા=હંમેશાં એકરૂપ છે, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તો ‘તલા' ઈત્યાદિ અર્થાત્ “તા દુ: સ્વરૂપાવસ્થાન”=ત્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારે સૂત્ર નિરર્થક થાય=જ્યારે ચિત્તની વૃત્તિઓનો વિરોધ થાય છે ત્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, તે સૂત્ર નિરર્થક થાય; કેમ કે તા’ એ પ્રકારના આવાગતા એ પ્રકારના વચનના, વ્યવચ્છેદ્યનો અભાવ છે પુરુષ સદા એકરૂપ હોય તો ‘તલા'= ત્યારે, દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન નથી, પરંતુ સતા=હંમેશાં, દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, તેથી “તા' પદથી વ્યવચ્છેદ્ય એવા કાળતી અપ્રાપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy