SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ ૬ અને સંવિગ્નપાક્ષિકમાં, તથાતે પ્રકારે=નિર્વિકલ્પ, અતથાકાર મિથ્યાત્વ જ છે.” ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૯૫ ભાવાર્થ : પૂર્વપક્ષીને સાધુ અનુકંપાદાન કરે, એ માન્ય નથી. તેથી શ્લોક-૧૪ થી ૧૬માં પૂર્વપક્ષીએ શંકા કરીને સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી અને પુણ્યબંધના કારણીભૂત એવું અનુકંપાદાન પણ ઈષ્ટ નથી. તેનું સમાધાન ગ્રંથકારે શ્લોક-૧૭-૧૮માં કર્યું કે કારણિક અનુકંપાદાનથી સાધુને જે પુણ્યાનુબંધીપુણ્ય થાય છે, તે મોહવૃદ્ધિનું કારણ નથી, માટે સંસારનું પણ કારણ નથી, પરંતુ સંયમવૃદ્ધિનું કારણ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ વાત તમે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના વચન દ્વારા સ્થાપન કરો છો; પરંતુ હરિભદ્રસૂરિ પોતે અસંયતને દાન આપતા હતા, તેના પોષણ માટે આ વચન કહ્યું છે, વસ્તુતઃ પુણ્યબંધના કારણીભૂત અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સંવિગ્નપાક્ષિક હતા અને સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનથી જે નિર્ણીત હોય તેને કહે છે, અન્ય નહીં; અને અન્ય અનિર્ણીત કહે તો સંવિગ્નપાક્ષિકત્વની હાનિ થાય. વળી ગ્રંથકારે પોતે આ કથન કર્યું છે, તેના સાક્ષીરૂપે ‘અષ્ટકપ્રકરણ' ગ્રંથની ટીકા આપી છે. તેનો ભાવ આ પ્રમાણે છે અષ્ટકપ્રકરણની ટીકામાં કહ્યું છે કે “કેટલાક કલ્પના કરે છે કે અસંયતને આપેલ પોતાના દાનના સમર્થન માટે આ પ્રકરણ હરિભદ્રસૂરીશ્વરજીએ રચ્યું છે; કેમ કે હરિભદ્રસૂરિ ભોજનકાળે શંખવાદનપૂર્વક અર્થીઓને ભોજન આપતા હતા, તેમ સંભળાય છે.” આ કથનનું નિરાકરણ કરતાં અષ્ટકપ્રકરણ ગ્રંથના ટીકાકાર શ્રીજિનેશ્વરસૂરિ કહે છે કે હરિભદ્રસૂરિ સંવિગ્નપાક્ષિક છે, તેથી પોતાના અસંયતના દાનના પોષણ માટે આ કહે તે સંભવિત નથી. પરંતુ હરિભદ્રસૂરિએ જે કાંઈ કહ્યું છે તે આગમાનુસાર કહ્યું છે; કેમ કે તેઓ સંવિગ્નપાક્ષિક હતા અને જો આગમાનુસાર ન કહે તો સંવિગ્નપાક્ષિકત્વની હાનિ થાય. અહીં વિશેષ એ છે કે હરિભદ્રસૂરિ શંખવાદનપૂર્વક અર્થીઓને આપતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy