SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આત્મા ક્ષણિક છે, એ પ્રકારની વાસના વૈરાગ્ય આપે છે. કેમ કે જ્યારે હું ક્ષણિક છું એમ જાણ્યું, ત્યારે કોના ઉપર રાગ થાય ? અર્થાત્ પોતાના આત્મા ઉપર પણ રાગ થાય નહિ, અને બાહ્ય સર્વ પદાર્થો ક્ષણિક છે માટે તેના ઉપર પણ રાગ થાય નહિ. એમ કહીને સૌગતને એ કહેવું છે કે, મોક્ષનો ઉપાય રાગાદિનો નાશ છે, અને રાગાદિના નાશનો ઉપાય ક્ષણિકતાનું જ્ઞાન છે. પદાર્થનો સ્વભાવ પણ યુક્તિથી ક્ષણિક સિદ્ધ થાય છે, માટે સર્વ પદાર્થો ક્ષણિક માનવા એ જ યુક્ત છે. આ રીતે આત્માને ક્ષણિક સ્થાપ્યો તેથી કોઈને શંકા થાય કે બૌદ્ધ પણ જ્ઞાનથી અતિરિક્ત ક્ષણિક એવો આત્મા માને છે, જે જ્ઞાનનો આધાર છે. તેનું નિરાકરણ કરતાં કહે છે - મહાભાગ્યશાળી એવો સુગત આત્માને જ્ઞાનરૂપ કહે છે, પણ જ્ઞાનથી અતિરિક્ત એવું જ્ઞાનનું ભાજન=આધાર, આત્માને સ્વીકારતો નથી./૧લી. ઉત્થાન : ચોપઇ-૧૯ માં કહ્યું કે ક્ષણિકવાસના વૈરાગ્યને આપે છે, અને તેનાથી જ પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે અર્થથી ધ્વનિત છે. તેથી સંસાર અને મોક્ષ એ બે વચ્ચેનો ભેદ બતાવીને ક્ષણિકવાસના જ મોક્ષનું કારણ છે, તે સ્થિર કરવા યત્ન કરે છે - ચોપાઈ : रागादिक वासना अपार, वासित चित्त कहिओ संसार । चित्तधारा रागादिकहीन, मोक्ष कहइ ज्ञानी परवीन ।।२०।। ગાથાર્થ : રાગાદિક વાસનાથી અત્યંત વાસિત ચિત્તને સંસાર કહ્યો છે (અને) રાગાદિક રહિત ચિત્તધારાને પ્રવીણ નિપુણ, જ્ઞાની ભગવંત મોક્ષ કહે છે. રિલા બાલાવબોધ : चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ।। धर्मकीर्तिः ।। - अध्यात्मसार प्रबंध-६ अधि-१८ श्लोक-८३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy