SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ભાવાર્થ : એક માતા-પિતાથી જે યુગલ ઉત્પન્ન થાય છે, તેમના શરીરની નિષ્પત્તિનાં પુગલો પ્રાયઃ સરખા જેવાં છે, કેમ કે તે બંને એક કાળમાં ઉત્પન્ન થયેલા છે; તેથી બંનેએ એક જ સરખાં પુદ્ગલોથી પોતાનું શરીર બનાવ્યું છે. હવે જો કાયાનો જ પરિણામ ચેતના હોય તો બંનેની પ્રજ્ઞા પ્રાયઃ સરખા જેવી હોવી જોઈએ. પરંતુ તે બંનેમાં પણ કોઈક વખત એક મહાપ્રજ્ઞાધન અને બીજો સાવ મૂર્ખ જેવો જન્મે છે. એ પ્રકારના પ્રજ્ઞાદિકના મોટા ભેદનું કારણ તે બંનેના જીવો-આત્મા જુદા જુદા છે, તેથી તે બે જીવોના જુદા જુદા પ્રકારની કર્મપરિણતિ જ કારણ છે. તેથી તે બંનેમાં પ્રજ્ઞાદિકનો ભેદ સંભવે છે. આવા અવતરણિકા - जे पूर्वई कहिउं छइ “शरीरथी भिन्न होइ तो आत्मा अलाधो करी देषाडो" तेहनो उत्तर कहिइं छई - અવતરણિકાર્ય : પૂર્વે ચોપાઈ-૬ માં કહ્યું છે કે, માખણથી જેમ ઘી શરીરથી ભિન્ન હોય તો આત્મા જુદો કરીને દેખાડો, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ચોપાઈ : रूपी पणि नवि दीसइ वात, लक्षणथी लहीए अवदात । તો મિત્રી નીવ રૂપ ?, તે તો વેવત જ્ઞાનરૂપ રૂા ગાથાર્થ : રૂપી એવો પણ વાત પવન, દેખાતો નથી; પણ અવદાત=પ્રગટ, લક્ષણથી જાણી શકાય છે. તો અરૂપી જીવ કેમ દેખાય ? તે તો કેવલ ફક્ત, જ્ઞાનસ્વરૂપ છે. ૧૩ બાલાવબોધ : 'वात' कहतां वायरो ते रूपी छइं पुद्गल माटइ, तो पणि दीसतो नथी, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy