SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ જ્ઞાનની હાનિ-વૃદ્ધિ દેખાય છે તે કર્મવાળા આત્મામાં દેખાય છે; અને કર્મસહિત આત્મા કર્મના ઉદયથી એકંદ્રિયાદિ ભાવોને પામે છે, તે પ્રમાણે તેના જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થાય છે. તેથી આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ નહિ હોવા છતાં જ્ઞાનની હાનિ-વૃદ્ધિ થાય છે, તે કર્મને લીધે થાય છે./૧૧થા અવતરણિકા : જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાન શરીર નથી. એ જ વાતની પુષ્ટિ કરતાં કહે છે - ચોપાઈ : प्रज्ञादिक-थिति सरिषी नहीं, युगलजात नरनइं पणि सही । तो किम ते कायापरिणाम ?, जुओ तेहमां आतमराम ।।१२।। ગાથાર્થ : પ્રજ્ઞાદિક સ્થિતિ યુગલજાત મનુષ્યની પણ જોડકારૂપે જન્મેલા મનુષ્યની પણ, સરખી નથી; તો તે ચેતના, કાયાનો પરિણામ કેમ કહેવાય ? તેહમાં-એક માતાપિતાથી ઉત્પન્ન થયેલા જોડકામાં, આતમરામ જુદો છે. આવા બાલાવબોધ : प्रज्ञादिकनी स्थिति एकवीर्योत्पन्न युगलमनुष्यनी पणि (सरिषी) नथी, कोइक अंतर तेहमां पणि छड़ । तो ते चेतना कायानो परिणाम किम कहिं ? एक माता-पिताइं निपाया छड़, तेहमां आत्माराम जूदो छइ, तेणई करी ज प्रज्ञादिकनो भेद संभवई ।।१२।। અનુવાદ : પ્રજ્ઞાતિની.....સંભવવું II૧૨ પ્રજ્ઞાદિકની સ્થિતિ એક વિર્યથી ઉત્પન્ન થયેલા યુગલમનુષ્યની પણ=જોડકારૂપે જન્મેલા મનુષ્યની પણ, (સરખી) નથી; કોઈક અંતર તેમાં પણ છે, તો તે ચેતના કાયાનો પરિણામ કેમ કહેવાય ? એક માતા-પિતાથી નપાયાઃઉત્પન્ન થયેલા છે, તેમાં આત્મારામ જુદો છે, તેથી કરીને પ્રજ્ઞાદિકનો ભેદ સંભવે છે. II૧શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy