SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ફંડું....પતાં ? - ઇંડું પહેલાં કે કૂકડી પહેલાં ? અર્થાત્ ઇંડું અને કૂકડીનો અનુક્રમ, પ્રવાહથી અનાદિનો છે; ક્યારેય પણ કૂકડી વગર ઇંડું થતું નથી અને ઇંડા વગર કૂકડી હોતી નથી. વળી બીજું દૃષ્ટાંત બતાવે છે – રાતી...પદનાં ? - રાત્રિ પહેલાં કે દિવસ પહેલાં ? અર્થાત્ તે રાત્રિની અપેક્ષાએ તે રાત્રિની પૂર્વમાં વર્તતો દિવસ પહેલો હોવા છતાં, અને તે દિવસની અપેક્ષાએ તેની પૂર્વની રાત પહેલાં હોવા છતાં, પ્રવાહની અપેક્ષાએ રાત્રિ અને દિવસ જેમ શાશ્વત છે; તેમ તે વ્યક્તિને આશ્રયીને પહેલાં સંસારઅવસ્થા અને પછી જ્યારે સિદ્ધ થાય ત્યારે સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ હોવા છતાં, સમષ્ટિગત વિચારીએ તો જીવો સદા સિદ્ધગતિમાં જઈ રહ્યા છે. તેથી પહેલાં મોક્ષ ન હતો અને પાછળથી મોક્ષ શરૂ થયો તેમ કહેવાય નહિ, પરંતુ મોક્ષગમન અનાદિકાળનું છે. રૂચારિવરિયા છ, - ઇત્યાદિ ભાવ=ઇ અને કૂકડીનું દૃષ્ટાંત, રાત્રિ અને દિવસનું દૃષ્ટાંત બતાવ્યું, ઇત્યાદિ ભાવો ભગવતમાં કહ્યા છે. પૂર્વમાં બતાવ્યું કે, મોક્ષ અને સંસાર એ બેમાં પહેલાં કોણ? તે કહી શકાય નહિ. હવે પહેલો સિદ્ધ કોણ? તે પણ કહી શકાય નહિ.તે વાત દષ્ટાંતથી બતાવે છે - ને ક્ષણ.....રૂમ ન દારૂ, - જે ક્ષણ વર્તમાનપણું પામી તે અતીત થઇ; પણ પહેલો અતીત સમય કોણ તે ન કહેવાય. અને એમ ન કહેવાય તેમ સંસારી ટળ્યો તે સિદ્ધ થયો, પણ પહેલાં કોણ ? અર્થાત્ પહેલો સિદ્ધ કોણ ? એમ ન કહેવાય. ભાવાર્થ : દરેક સમયો વર્તમાનપણાને પામે છે તે જ અતીત થાય છે, પરંતુ અતીત સમયો અનંતા છે, તેમાં સૌથી પહેલો અતીત સમય કોણ ? તેમ કહી ન શકાય. એ જ રીતે સંસારી જીવો સાધના કરીને સિદ્ધઅવસ્થાને પામે છે, તેથી સંસારીઅવસ્થા ટળે છે પછી સિદ્ધઅવસ્થા આવે છે, તો પણ આ પહેલો સિદ્ધ છે એમ કહી શકાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy