SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ મોક્ષસુખના વર્ણનમાં કોઇ ભોગવિલાસનું વર્ણન નથી, ફક્ત કર્મરહિત શુદ્ધ આત્મા મોક્ષમાં છે, અને શુદ્ધ આત્મા જે પ્રકારનાં સુખો મોક્ષમાં અનુભવે છે, તે સામાન્ય રીતે જીવોને મોક્ષસુખના વર્ણનથી પ્રતીત થતાં નથી, તેથી મોક્ષનું સુખ અત્યંત પરોક્ષ જ છે તેમ કહ્યું છે. જીવ જ્યારે સંસારમાં તત્ત્વનું ભાવન કરે છે ત્યારે, વિકારોનું શમન થવાથી જીવને પ્રશમસુખ પ્રગટે છે તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. વળી તે બાહ્ય પદાર્થોને વશ નથી માટે પરવશ નથી, અને જીવની પ્રકૃતિરૂપ હોવાથી વ્યયપ્રાપ્ત નથી. જ્યારે સંસારનું સુખ ભૌતિક પદાર્થોને આધીન હોવાથી પુણ્યના ક્ષયથી વ્યય પામે છે, કે બાહ્ય સામગ્રીના વ્યયથી પણ વ્યય પામે છે. જ્યારે જીવ પ્રશમસુખમાં યત્ન કરે અને તે પ્રગટ થયા પછી અપ્રમાદભાવથી તેમાં યત્ન ચાલુ હોય, તો તે સુખ ક્યારે પણ વ્યય પામે નહિ અને ધીરે ધીરે પ્રકર્ષને પામીને વિતરાગભાવમાં વિશ્રાંત પામે છે. કોઈ જીવ પુણ્યના પ્રકર્ષથી પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ વિષયોને પ્રાપ્ત કરીને તે જ સુખનો અનુભવ કરતો હોય, તે વખતે ભોગકાળમાં હું અત્યંત સુખી છું એ પ્રકારનો અનુભવ થાય છે, તેના કરતાં અનંતગણું સુખ વીતરાગને શ્રમ વગર મળે છે; કેમ કે સરાગી જીવને વિષયોમાંથી સુખ મેળવવા માટે ભોગનો શ્રમ કરવો પડે છે, અને તે શ્રમથી કાંઇક વિષયોની આકાંક્ષા શમે છે, તેથી જ સુખની પ્રતીતિ થાય છે; જ્યારે વીતરાગને પોતાને જે ઇષ્ટ હતું તે સર્વ પ્રાપ્ત થઇ ચૂક્યું છે, તેથી સર્વથા ઉત્સુકતા શમી ગયેલ છે; તેથી કાંઇક ઉત્સુકતાના શમનરૂપ સુખ કરતાં સંપૂર્ણ ઉત્સુકતાના શમનરૂપ વીતરાગનું સુખ અનંતગણું છે. IIટકા અવતરણિકા : પૂર્વ ગાથા-૮૬ માં કહ્યું કે ઉપશમનું સુખ ઉદાર છે, તેથી હવે તે ઉપશમનું સુખ કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – ચોપાઇ : तिहां अभ्यास मनोरथ प्रथा, पहिला आगि नवि परकथा । चंद्रचंद्रिका शीतलधाम, जिम सहजइ तिम ए सुखठाम ।।८७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy