SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ રાજાનું અવિવેકી કૃત્ય રૂપ, સત્તા, જ્ઞાન, બુદ્ધિ, ધન જેટલાં વધારે હોય તેટલો માણસ વધુ આળો બને છે. એ માણસ ગેર સમજણમાં જીવે છે. તેથી સતત વાંધા પાડીને જીવે છે. સહજ સ્થિતિમાં એ નથી હોતો માટે દરેક બનાવને એ રાઇનો પર્વત બનાવી દે છે. બીજાની નાની ભૂલ તેને ડુંગર જેવડી મોટી દેખાય છે. પોતાની પહાડ જેવડી ભૂલ તેને નથી દેખાતી. આ સ્થિતિમાં કેટલાક માણસો અબોલા લે છે, કેટલાક લડે છે તો કેટલાક મનોમન સળગે છે. રાજાને ક્રોધ પ્રગટચો આવકાર ન મળ્યો તે માટે સાથે મુનિની શાંત અવસ્થા જોઇ ઇર્ષા પણ થઇ. ક્રોધમાંથી સંમોહ પ્રગટો. તેમાંથી ઊભો થયો અવિવેક. શું કરવું અને શું ન કરવું તેનું ભાન ગયું. એણે રસ્તામાં એક મરેલો સાપ જોયો તેને લઇ મુનિના ગળામાં નાખી વીંટાળ્યો. નાના બાળક જેવી રીસ રાજાએ કરી. તેણે વિચાર્યું કે શું આ ઋષિએ મનનો નિરોધ કર્યો છે કે મને બતાવી દેવા ઢોંગ કર્યો છે? ઋષિતો શાંત જ હતા, તેમની આંખો બંધ જ હતી. પણ તેમનો પુત્ર જલદ હતો. એણે આવીને જોયું કે પિતાને રાજાએ પીડા આપી છે, તેથી ક્રોધ ચડયો. તેને એ વિચાર આવ્યો કે ‘શું રાજા પાસે સત્તા છે તેથી તે ફાવે તેમ કરી શકે ?’ સંતલક્ષણ Jain Education International (૩૦) ત્રાસ આપનાર પ્રત્યે પ્રેમ ઓછો ન થાય, બદલો લેવાની ઇચ્છા ન થાય એ સંત લક્ષણ છે. વૈરનો અગ્નિ ઓલવવા પ્રેમનું જળ છાંટવું પડે. પ્રેમ કરે તેને જ પ્રેમ કરવો, પ્રેમ ન કરે તેનું નામ હૃદયમાંથી રદ કરવું તે અંદર વૈરભાવ પડયો છે તેનું લક્ષણ છે. અપરાધીનું પણ અહિત ન થાય તેવું ચિંતવવું એ સમ્યક્ ભાવ છે. ‘‘શઠં પ્રતિ શાઠયં’’ નહિ પણ દરેક પરિસ્થિતિમાં જેનામાં પ્રેમ રહે છે તે મારો ભક્ત છે. અને જેનામાંથી વૈરભાવ જાય એ મારો ભક્ત છે.’’ તેવું ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે. ઋષિપુત્રનો શાપ પ્રતિક્રમણ કરનારે એક ગાથા ખોલવી જ પડે છે જેનો અર્થએ થાય છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy