SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૮૫ પ્રતિકૂળ દેવતાના નિમિત્તથી સ્વપ્ર થાય, તે દેવનિમિત્ત સ્વપ્ર કહેવાય. જલવાળા પ્રદેશમાં જે સ્વપ્રમાં વિશેષે જણાય છે, તેમાં તે પ્રદેશ જલવાળો છે, તે નિમિત્ત છે, તથા ઈષ્ટ સ્વપ્ર અને અનિષ્ટ સ્વપ્ર થાય, તેમાં પુણ્ય અને પાપ નિમિત્ત છે. વસ્તુ સ્વભાવથી આ રીતે સ્વપ્ર પણ ભાવસ્વરૂપ હોવાથી “સ્વપ્રની માફક જગત્ શૂન્ય છે' એમ કેમ કહી શકાય ? નજ કહી શકાય, કારણકે ઘટવિજ્ઞાનની જેમ સ્વપ્ર પણ વિજ્ઞાનમય હોવાથી ભાવસ્વરૂપ છે. અથવા ઘટની જેમ પૂર્વે કહેલા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે, માટે તે ભાવ સ્વરૂપ છે. ૧૭૦૨-૧૭૦૩-૧૭૦૪. સર્વશૂન્યતા માનવામાં આવે, તો સ્વપ્ર-અસ્વપ્ન વિગેરે વ્યવહારનો અભાવ થાય, તે બતાવે છે. सव्वाभावे च कओ सिमिणऽसिमिणो त्ति सच्चमलियंति । गंधपुरं पाडलिपुत्तं तत्थोवयारोत्ति ? ।। १७०५ ।। कज्जं ति कारणं ति य सज्झमिणं साहणं ति कत्त ति । वत्ता वयणं वच्चं परपक्खोऽयं सपक्खोऽयं ? || १७०६ ॥ વિંદ વેદ ચિર-ડ્વો-સળ-ચલયા-વિત્તળારૂં નિયયારૂં | सद्दादओ य गेज्झा सोत्ताइयाई गहणाई ? || १७०७ ।। समया विवज्जओ वा सव्वागहणं व किं न सुण्णम्मि । किं सुण्णया व सम्म सग्गहा किं व मिच्छत्तं ? ।।१७०८ ।। Jain Education International किह स-परो भयबुद्धी कहं च तेसिं परोप्परं सिद्धी । अह परमईए भण्णइ स - परमइविसेसणं कत्तो ? || १७०९ ।। સર્વ શૂન્યતા માનવામાં આ સ્વપ્ન છે, આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ મિથ્યા છે, આ વાદળાના વિકારરૂપ ગંધર્વનગર છે, આ પાટલીપુત્ર નગર છે. આ તથ્ય છે, આ ઉપચારિક છે, આ કાર્ય છે, આ કારણ છે, આ સાધ્ય છે, આ સાધન છે, આ કર્તા છે, આ વક્તા છે, આ વચન છે, આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે-ઈત્યાદિ વિશેષ ક્યાંથી થાય ? વળી આ સ્થિર છે, આ દ્રવ છે, આ ઉષ્ણ છે, આ ચપળ છે, આ અરૂપી છે, શબ્દાદિ ગ્રાહ્ય છે, શ્રોત્રાદિ ગ્રાહક છે, વગેરે નિયત સ્વરૂપ શાથી થાય ? તથા સર્વ શૂન્યતામાં સર્વની સમાનતા, વિપર્યય, અને સર્વ અગ્રહણ કેમ ન થાય ? અથવા શૂન્યતાનું જ્ઞાન સગ્રહ છે, કે મિથ્યાત્વ છે ? તથા સ્વ-પર અને ઉભય એવી બુદ્ધિ કેવી રીતે થાય ? તેમની પરસ્પર સિદ્ધિ કેવી રીતે થાય ? બીજાની બુદ્ધિથી એમની સિદ્ધિ થાય, એમ કહેવામાં આવે, તો સ્વમતિ અને પરમતિ એવો તફાવત શાથી થાય ? ૧૭૦૫ થી ૧૭૦૯. હે વ્યક્ત ! વસ્તુનો સર્વથા અભાવ માનીને સર્વ શૂન્યતા માનવામાં આવે, તો વ્યવહારમાં અનેક પ્રકારની હાનિ થાય. જેમકે “આ સ્વપ્ન છે, અને આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ અસત્ય છે. આ મિથ્યા છે, આ ગંધર્વપુર છે અને આ પાટલીપુત્ર છે, આ ઉપચાર રહિત સાચો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy