SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાયિક કોણે કર્યું? [૫૨૫ अहवा सततकत्ता तत्थेह पयोज्जकारगोऽभिमओ । अहवेह सबकारगपरिणामाणन्नरूवो ति ॥३३८४॥ ગાથાર્થ - સામાયિક કોણે કર્યું છે ? એમ પૂછવામાં આવે તો વ્યવહારનયના અભિપ્રાય જિનેશ્વરોએ અને ગણધરોએ કરેલું છે; પરંતુ નિશ્ચયનયના અભિપ્રાયે તેના સ્વામીથી કરાયેલું છે, કેમકે તે તેનાથી અનન્ય છે. (પૂર્વ) નિગમ દ્વારમાં “સામાયિક કોણે કર્યું ” એમ પ્રશ્ન કરેલો છે, છતાં પુનઃ તે પૃચ્છા અહીં શા માટે કરાય છે ? એમ પૂછવામાં) આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે ત્યાં બાહ્ય કર્તા કહ્યા છે, અને અહીં વિશેષે કરીને અંતરંગ કર્તા કહ્યા છે. અથવા ત્યાં સ્વતંત્ર કહ્યા છે અને અહીં પ્રયોજ્યકારી કર્તા માનેલ છે, અથવા સર્વકારકના પરિણામથી અનન્યરૂપ કર્તા કહેલ છે. ૩૩૮૨ થી ૩૩૮૪. શિષ્ય :- “સામાયિક કોણે કર્યું? ” આ પ્રશ્નના ઉત્તરમાં વ્યવહારથી શ્રીજિનેશ્વરદેવ અને ગણધરોએ કર્યું છે, તથા નિશ્ચયથી તેના સ્વામીથી કરાયેલું છે કેમકે તે તેનાથી અનન્ય છે. આવા જ પ્રશ્નોત્તર પૂર્વે સામાયિકનો નિર્ગમ કહેતી વખતે થયા હતા, ત્યાં કહ્યું હતું કે “મહાવીર સ્વામીથી તે નિકળ્યું.” ઇત્યાદિ કહેવાથી “સામાયિક કોણે કર્યું ” એ કથન ગતાર્થ જ છે. તે છતાં ફરી અહીં એવો જ પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે? આચાર્યઃ- ત્યાં તીર્થંકરાદિ સામાયિકના બાહ્ય કર્તા કહ્યા હતા અને અહીં તો વિશેષે કરીને અંતરંગ કર્તા જાણવાનો પ્રશ્ન કરેલ છે. નિશ્ચયનયના અભિપ્રાયે અહીં સામાયિકના કર્તા સાધુ આદિ જાણવા, કેમકે તે સામાયિકના પરિણામથી અનન્ય છે. અથવા નિર્ગમદ્વારની અંદર ભગવાન તીર્થકર સ્વયંબુદ્ધ હોવાથી સ્વતંત્ર કર્તા તરીકે કહેલ છે અને અહીં સર્વ કારક પરિણામ નથી. કર્તાને અનન્યરૂપ માનેલ છે,અને તે કર્તા સામાયિક કરનાર સાધુ આદિ જાણવા.જેમકે સામાયિક કરનાર સાધુ આદિ કર્યા છે, ક્રિયમાણપણાને લીધે કર્મરૂપ સામાયિકથી અનન્ય હોવાથી કર્મ છે, કરણભૂત જે અધ્યવસાય વડે તે સામાયિક કરે છે, તે અધ્યવસાયથી તે અભિન્ન હોવાથી કરણ છે. ગુરૂવડે તેને સામાયિક અપાય છે, તેથી તે સંપ્રદાન છે એનાથી શિષ્ય પરંપરામાં સામાયિક પ્રવર્તશે તેથી તે અપાદાનરૂપ છે પોતાના પરિણામમાં સામાયિક ધારી રાખી છે, તેથી તે અધિકરણ છે. એ પ્રમાણે સર્વકારક પરિણામથી સામાયિક કર્તા અનન્યરૂપ છે. શિષ્ય :- ભગવન્! જો અત્તરંગ પ્રયોજ્ય સર્વકારક પરિણામથી અનન્યરૂપ સાધુ આદિને અહીં કર્તા તરીકે કહેલ છે; તો “જિનેશ્વરો અને ગણધરોએ તે કરેલું છે.” એમ અહીં શા માટે કહ્યું છે ? - આચાર્ય - જિનેશ્વર પણ સામાયિકના અંતરંગ કર્તા છે, સર્વકારક પરિણામથી અનન્યપણું તેમને પણ પ્રાયઃ વિરૂદ્ધ નથી, કેમકે તેમણે પણ સામાયિક કરેલું છે અને ગણધરો તો પ્રયોજય કર્તા છે, કેમકે તેઓ જિનેશ્વરથી બોધ પામેલા છે. તેથી જિનેશ્વર અને ગણધરોનો અહીં ઉપન્યાસ કર્યો છે, તે કંઈ વિરૂદ્ધ નથી. ૩૩૮૨ થી ૩૩૮૪. હવે “ક્યા દ્રવ્યોમાં તે સામાયિક કરાય છે ?” તે દ્વાર કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy