SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪] સામાયિકકરણનું સ્વરૂપ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોવાથી તરૂપપણે કરેલો કરાય છે; (કેમકે મૃતિંડાદિ અવસ્થામાં પણ રૂપાદિ હોય છે) આકાર અને જળધારણાદિ શક્તિ વડે નહિ કરાયેલો ઘટ કરાય છે. રૂપવડે અને સંસ્થાનશક્તિ વડે કૃતાકૃત ઘટ કરાય છે, અને તે સમયે (ઉત્પત્તિ સમયે) ક્રિયમાણ કરાય છે. તથા પૂર્વકૃત ઘટ ઘટપણે નથી કરાતો, પટાદિ પરપર્યાયો વડે નહિ કરાયેલો ઘટ નથી કરાતો. (પરપર્યાયોવડે વસ્તુને ન કરી શકાય.) સ્વ-પર પર્યાયોવડે ઘટ કૃતાકૃત પણ કરાતો નથી. (સ્વપર્યાયો પૂર્વે કરેલા છે, અને પરપર્યાયો પૂર્વે નહિ કરાયેલા હોવાથી કરી શકાય જ નહિ.) ક્રિયમાણ ઘટ ઉત્પત્તિ સમયે પટપણે નથી કરાતો. (એ પ્રમાણે કૃતાદિ ચારે પ્રકારે વસ્તુનું ક્રિયમાણ-અક્રિયમાણપણું જાણવું.) અથવા આકાશ, આત્મા આદિ વસ્તુઓ નિત્ય હોવાથી કરાતી નથી, અથવા આકાશાદિ સર્વ વસ્તુ દ્રવ્યપણે સદા અવસ્થિત હોવાથી નથી કરાતી, અને સર્વ વસ્તુ સ્વપર્યાયથી ક્રિયમાણ કરાય છે, કેમકે દરેક સમયે જુદા જુદા સ્વપર્યાયો ઉત્પન્ન થાય છે. સર્વ વસ્તુ ઉત્પાદ-સ્થિતિ-અને વ્યયસ્વભાવવાળી હોવાથી કૃતાકૃત સ્વભાવવાળી છે, એ જ પ્રમાણે સામાયિક પણ ઉત્પાદાદિ સ્વભાવવાળું હોવાથી કૃતાકૃત કરાય છે. (અહીં કદાચ એમ પૂછવામાં આવે, કે) દ્રવ્યથી અભિન્ન પર્યાયાન્તર વિશેષણો વડે દ્રવ્યને ઉત્પાદાદિ સ્વભાવ ઘટી શકે, પણ સામાયિકને ન ઘટે, કેમકે તે ગુણ છે. તે ગુણ ઉત્પન્ન થયો હોય તે ઉત્પન્ન જ કહેવાય. (પણ વિગત કે અવસ્થિત ન કહેવાય.) અને વિગત હોય તો વિગત જ કહેવાય. (પણ ઉત્પન્ન કે અવસ્થિત ન કહેવાય.) અહીં એનું શું વધે છે, કે જેથી કૃતાકૃત આદેશ થાય ? (કૃતાકૃત સ્વરૂપ કહેવાય) એ પ્રમાણે પૂછવામાં આવે તો પર્યાય દ્રવ્યથી અભિન્ન છે, અને તે દ્રવ્ય ઉત્પાદાદિ ત્રણ સ્વભાવવાળું છે, તેથી તે પર્યાય પણ ત્રણ સ્વભાવવાળો જ છે અને તેથી તે કૃતાકૃતસ્વભાવવાળો છે. અથવા જેમ ઘટાદિકમાં રક્તાદિરૂપથી શ્વેતાદિ રૂપાન્તરનો નાશ તથા ઉત્પાદાદિ ત્રિરૂપતા થાય છે અને તેથી કૃતાકૃતરૂપતા ઘટે છે તેવી રીતે પરિણામોત્તરથી (ઉત્તરોત્તર વિશુદ્ધિવડે પરિણામ પામતા સામાયિક ગુણના) પૂર્વ પરિણામનો નાશ અને ઉત્તર પરિણામનો ઉત્પાદ થયા છતાં પણ પરિણામ સામાન્ય નિત્ય હોય છે, (આથી સામાયિકગુણની ત્રિરૂપતા થાય છે, તેથી તે કૃતાકૃતસ્વરૂપવાળું છે, અથવા પરગુણની અપેક્ષાએ તેનું કૃતાકૃતપણું છે, અથવા દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સામાયિક કૃત અને અકૃત છે. એક પુરૂષદ્રવ્યની અપેક્ષાએ સામાયિક કૃત છે, કેમકે સાદિ-સપર્યવસિત છે અને અનેક પુરૂષદ્રવ્યની અપેક્ષાએ અનાદિઅપર્યવસિત હોવાથી અકૃત છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રની આશ્રયીને સામાયિક કૃત છે. મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને અકૃત છે. ઉત્સર્પિણી-અવસર્પિણીકાલને આશ્રયીને અકૃત છે અને ભાવથી તો એક પુરૂષના ઉપયોગને આશ્રયીને કૃત છે અને અનેક પુરૂષના ઉપયોગ આશ્રયીને અકૃત છે. ૩૩૬૩ થી ૩૩૮૧. હવે સામાયિક “કોણે કર્યું એ દ્વાર કહે છે. केण कयं ति य ववहरओ जिणिंदेहिं गणहरेहिं च । તરસાઈમન કનિચ્છનયરસ તત્તો ગોડાä રૂ૩૮રી. नण निग्गमे कयं चिय केण कयं तं ति का पुणो पुच्छा ? । भण्णइ, स बज्मकत्ता इहंतरंगो विसेसेणं ॥३३८३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy