SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] શ્રી અરિહંતદેવના નમસ્કારની મહત્તા. [૪૫૯ એ રીતે એની મહાર્થતા કહેલી છે. તેથી અભીક્ષ્ણ એટલે નિરન્તર, અને બહુસો એટલે ઘણીવાર તે નમસ્કાર કરાય છે. અરિહંતનો નમકાર સર્વ પાપનો નાશ કરનાર છે, અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે. જે જીવને મલિન કરે, જીવના હિતને પીએ, અથવા જીવને સંસારમાં પાડે, તેથી તે પાપ કહેવાય છે, એ આઠ સામાન્ય જાતિભેદવાળા (આઠ કર્મને) સર્વ પાપનો (નમસ્કાર) નાશ કરે છે. નામાદિ મંગળોમાં અર્હન્નમસ્કાર પ્રથમ છે, અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે, અથવા અહંસિદ્ધ આદિ પાંચ ભાવમંગળોમાં આને પ્રથમ મંગળ કહેલ છે, અથવા પ્રધાનતર પરોપકારસાધક હોવાથી મુખ્ય છે એવું એ મંગળ, તેનો અર્થ પૂર્વે (૨૪મી ગાથામાં) કહેલો છે. ૩૦૧૫ થી ૩૦૨૬. ॥ ઈતિ અર્હન્નમસ્કાર સમાસઃ ॥ હવે સિદ્ધના નમસ્કારની વ્યાખ્યા કરે છે ઃ सिद्धो जो निष्पन्नो जेण गुणेण सय चोद्सविगप्पो । ओ नामाईओ ओयणसिद्धाइओ दव्वे || ३०२७॥ (४४४) कम्मे सिप्पे य विज्जाए मंते जोगे य आगमे । સત્ય-નત્તા-અભિપ્પા! તને મ્મ ચ ॥રૂ૦૨૮-૭૨૭II જે ગુણવડે જે નિષ્પન્ન હોય, તે સિદ્ધ કહેવાય છે. તે સિદ્ધ સામાન્યથી નામાદિ ચૌદ પ્રકારે જાણવા. (નામ-સ્થાપનાસિદ્ધ સુગમ છે.) ઓદનસિદ્ધાદિ દ્રવ્યસિદ્ધિ જાણવા. આદિ શબ્દથી પાકેલા ઘટાદ પણ સમજવા. ઓદનાદિ નિષ્પન્નત્વાદિ ગુણવડે સંપૂર્ણ છે, વળી અપ્રધાનપણે તે દ્રવ્ય પણ છે. કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, અને કર્મક્ષયસિદ્ધ (આ અગીયાર અને પ્રથમના ત્રણ મળી સિદ્ધના ચૌદ પ્રકાર જાણવા.) ૩૦૨૭ થી ૩૦૨૮. આ પછી કર્મસિદ્ધાદિ સિદ્ધોનું સ્વરૂપ પ્રતિપાદન કરનારી મેં નમળાયરિય ઈત્યાદિ ગાથાથી આરંભીને ન નિમ્મર્ નો તવસા ઈત્યાદિ ગાથા પર્યંત એકતાળીસ ગાથાઓ કથાનક અને ભાવાર્થસહિત છે, તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી. હવે કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ જણાવે છે : Jain Education International (૪૪) રીહાલરયં ન તુ-માંં સે-સિયમનુહા | सियं धतं ति सिद्धस्स सिद्धत्तमुवजाय || ३०२९-९२८।। (૪૪૬) નાળ વેયભિખ્ખું ચવદુર્ય આનું ૨ થોવાનું । गंतूण समुग्धायं खवेइ कम्मं निरवसेसं ॥ ३०३०॥९२९।। (४४७) दंड कवाडे मंयंतरे य साहरणया सरीरत्थे । भासाजोगनिरोहे सेलेसी सिज्झणा चेव ॥ ३०३१ ॥ ९३० ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy