SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮] શ્રી અરિહંતદેવના નમસ્કારની મહત્તા. सव्वं पि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारणभावाओ कहं न तयत्थो नमोक्कारो ? || ३०१८ ।। न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो अणुचिंते धंतं पि समत्थचित्तेणं ||३०१९॥ एगम्मि वि जम्मि पए संवेगं कुणइ वीयरायमए । तं तस्स होइ नाणं जेण विरागत्तणमुवे ||३०२०॥ एगम्म वि जम्मि पए संवेगं कुणइ वीयरायमए । सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं ||३०२१|| ववहाराओं मरणे तं पयमेक्कं मयं नमुक्काये । अन्नं पि निच्छयाओ तं चेव बारसंगत्थो ||३०२२|| Jain Education International [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जं सोऽतिनिज्जरत्थो पिंडयत्थो वन्निओ महत्थो वि । कीर निरंतरमभिक्णं तु बहुसो बहुवारा || ३०२३॥ (૪૪રૂ) ઞરહંતનમોવારો સવપાવપ્પળસો | मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥३०२४-९२६ ॥ पंसेइ पिबड़ व हियं पाइ भवे वा जियं तओ पावं । तं सव्वमट्ठसामन्नजाइभेयं पणासेइ || ३०२५॥ नामा मंगलाणं पढमं ति पहाणमहव पंचण्हं । पढमं पहाणतरयं व मंगलं पुव्वऽभणियत्थं ||३०२६|| એ પ્રમાણે નિશ્ચય વર્ણવેલો અર્હન્નમસ્કાર મહા અર્થવાળો છે, કેમકે જે નમસ્કાર, મૃત્યુ સમીપ થયે છતે નિરંતર બહુવાર કરાય છે, અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને મૂકીને તેનું સ્મરણ થાય છે. અગ્નિ આદિનો ભય હોવા છતાં શેષ સર્વ મૂકીને જેમ મહામૂલ્યવાળું મેઘરત્ન ગ્રહણ કરાય છે, અથવા અતિભયમાં જેમ અમોઘ શસ્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ ભયોમાં દ્વાદશાંગી મૂકીને અરિહંતને નમસ્કાર કરાય છે, તેથી તે નમસ્કાર દ્વાદશાંગાર્થ છે. સર્વ દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનો હેતુમાત્ર છે, તેવા જ કારણભાવથી નમસ્કાર પણ તદર્થવાળો (દ્વાદશાંગાર્થવાળો) કેમ ન કહેવાય ? મરણરૂપ તેવા દેશકાળમાં બાર પ્રકારનો સર્વ શ્રુતસ્કંધ અત્યંત સમર્થ ચિન્તકવડે પણ ચિત્તવી શકાય નહિ, તેથી તે નમસ્કાર દ્વાદશાંગાર્થ છે. વીતરાગના મતમાં જે એક પદ પણ જીવને સંવેગ ઉત્પન્ન કરે છે, તે તેને જ્ઞાનરૂપ થાય છે, કેમકે તેના વડે તેને વીતરાગપણું પ્રાપ્ત થાય છે. વીતરાગના મતમાં જે એક પણ પદ સંવેગ કરે છે, અને તેથી તે અધ્યાત્મયોગે મોહજાળને છેદે છે. મરણ વખતે કરાતો નમસ્કાર અનેક પદાત્મક છતાં પણ વ્યવહારથી એક પદ કહેવાય છે, અને નિશ્ચયથી તે તથા બીજું પણ નિર્જરારૂપ ફળવાળું પદ દ્વાદશાંગાર્થ છે. તે નમસ્કાર કર્મની અતિનિર્જરા માટે છે, અને દ્વાદશાંગરૂપ ગણિપિટકાર્થ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy