SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નમસ્કારની ચાર પ્રકારની પ્રરૂપણા. [૪૪૩ किं जीवो होज्ज नमो नमो व जीवो त्ति जं परोप्परओ। अज्झारोवणमेसो पज्जणुओगो मया रुवणा ॥२९२८॥ १ जीवो नमोऽनमो वा नमो उ निअमेण जीव इति भयणा । जह चूओ होइ दुमो दुमो उ चूओ अचूओ वा ॥२९२९॥ २ तो जह सव्वो जीवो न नमोक्कारो तो मया पुच्छा । तो होज्ज किंविसिट्ठो को वा जीवोऽनमोक्कारो ? ॥२९३०॥ ३ अह दायणा नमोक्कारपरिणओ जो तओ नमोक्कारो । निज्जवणाए सो च्चिय जो सो जीवो नमोक्कारो ॥२९३१॥ ४ दायण-निज्जवणाणं को भेओ दायणा तयत्थरस । वक्खाणं निज्जवणा पच्चब्भासो निगमणं ति ॥२९३२॥ ५ तप्परिणय एव जहा जीवो ऽअवहिओऽहवा तहा भुज्जो । तप्परिणओ स एव हि निज्जवणाए मओऽणन्नो ॥२९३३।। ६ આરોપણા-ભજન-પૃચ્છા-દાયના અથવા દર્શના, અથવા દાપના અને નિર્યાપના એ પાંચ પ્રકારની પ્રરૂપણા તેમાં કરવી. જીવ જ નમસ્કાર છે, કે નમસ્કાર જ જીવ છે? એ પ્રમાણે પરસ્પર અવધારણથી જે અધ્યારોપ કરવો, અથવા પર્યનુયોગ કરવો તેને સારોપણા માની છે. સમ્યગુદૃષ્ટિ જીવ નમસ્કાર હોય, અને મિથ્યાષ્ટિ ન હોય, તેથી જીવ નમસ્કાર હોય અથવા ન હોય; પરન્તુ નમસ્કાર તો અવશ્ય જીવ હોય છે. જેમ આંબો વૃક્ષ છે, પરંતુ વૃક્ષ તો આંબો હોય અથવા ખદીરાદિ અન્ય પણ હોય એ ભજના જાણવી. જો સર્વ જીવ નમસ્કાર ન હોય, તો શું કોઇક જીવ જ નમસ્કાર છે ? જો એમ હોય, તો તે કેવા પ્રકારનો જીવ નમસ્કાર છે ? અથવા ક્યો જીવ નમસ્કાર છે ? આ પ્રમાણે કહ્યું તે પૃચ્છા જાણવી. નમસ્કારથી પરિણત જે જીવ તે નમસ્કાર, અને તેથી અપરિણત તે અનમસ્કાર એ પ્રમાણે અનન્તરોક્ત પ્રશ્નની નિર્વચના તે દાપના કહેવાય; તથા નિર્યાપનામાં નમસ્કાર પરિણત જે જીવ તે જ નમસ્કાર, અને નમસ્કાર પણ જીવપરિણામ જ છે પણ અજીવપરિણામ નથી. દાપના અને નિયંપનામાં શો ભેદ છે? દાપના નમસ્કારના અર્થનું વ્યાખ્યાન કરે છે અને નિર્યાપના એ બતાવેલા અર્થનું વારંવાર ઉચ્ચારણ કરવારૂપ નિગમન કરે છે. દાપના અને નિયંપનામાં માત્ર નિગમનથી કરાયેલો જ ભેદ છે પણ આત્મત્તિક ભેદ નથી અથવા દાપનામાં જેમ નમસ્કાર પરિણત જે જીવ હોય તે જ નમસ્કાર છે, અન્ય નથી. એમ નિયમિત છે. તેવી રીતે (નિર્યાપનામાં) નમસ્કાર પરિણત જે જીવ હોય તે જ નમસ્કાર માનેલ છે અન્ય નહિ એ પ્રમાણે વારંવાર અવધારણ કરાય છે. કેમકે તે બંને અભિન્ન છે. એટલે નિર્યાપના અને દાપનામાં ઘણો તફાવત છે. ર૯૨૭ થી ૨૯૩૩. હવે નમસ્કારની ચાર પ્રકારે પ્રરૂપણા કહે છે : पयईए अगारेण य नोगारो-भयनिसेहओ वावि । इह चिन्तिज्जइ भुज्जो को होज्ज तओ नमोक्कारो ? ॥२९३४॥ ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy