SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨] નવ પ્રકારની પ્રરૂપણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ अहवोसप्पुस्सप्पिणिकालो नियओ य तबिसिट्ठो य । तत्थत्थि नमोक्कारो नव त्ति नेयं जहा सुत्तं ॥२९२५॥ मइ-सुयनाणं नवहा नंदीए जह परूवियं पुवं । तह चेव नमोक्कारो सोवि सुयभंतरो जम्हा ॥२९२६॥ સતપદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ, અને અલ્પબદુત્વ. આ નવ દ્વારોથી નમસ્કારની નવ પ્રકારે પ્રરૂપણા કરવી. નમસ્કારરૂપ સત્પદને પૂર્વે પામેલા અને પામતા જીવોની અપેક્ષાએ, ગતિ, ઈન્દ્રિય કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહારક, ભાષક, પરીત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવ્ય અને ચરમદ્વારમાં વિચારણા કરવી. ચારે ગતિમાં નમસ્કાર પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે. અને પામતાની ભજના (નમસ્કાર પામતા જીવદ્રવ્યો કદાચિતું હોય અને કદાચિતું ન હોય, જો હોય તો જઘન્યથી એક બે અથવા ત્રણ હોય, અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશરાશિપ્રમાણ હોય.) ૧. નમસ્કાર પૂર્વપ્રતિપન્ન જીવદ્રવ્યો જઘન્યથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિપ્રમાણ હોય અને ઉત્કૃષ્ટથી તે કરતાં વિશેષાધિક હોય. ર-નમસ્કારવાનું જીવ ઉંચે અનુત્તર વિમાનમાં જતા લોકના સાત ભાગ પ્રમાણમાં ક્ષેત્રમાં હોય અને નીચે છઠ્ઠી પૃથ્વીમાં જતાં પાંચ ભાગ પ્રમાણમાં ક્ષેત્રમાં હોય છે. ૩-નમસ્કારવાનું જીવની સ્પર્શના પણ એ જ પ્રમાણે સમજવી. (ક્ષેત્ર અને સ્પર્શનાનો તફાવત પૂર્વે કહ્યો છે.) ૪-એક જીવની અપેક્ષાએ નમસ્કારનો કાળ પૂર્વે ૨૯૬રમી ગાથામાં કહ્યા મુજબ છે. અને નાનાવિધ જીવોની અપેક્ષાએ સર્વ કાળ છે. પ-એક જીવની અપેક્ષાએ નમસ્કારનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂન અનંતકાળ સુધીનું છે; નાનાવિધ જીવોની અપેક્ષાએ તો અંતર જ નથી. ૬-ભાવની અંદર ક્ષયોપશમ ભાવમાં ઘણું કરીને નમસ્કાર હોય છે, (સાયિક અને ઔપશમિક ભાવમાં પણ તે હોય છે એમ કેટલાક કહે છે.) ૭-ક્ષાયિકમાં શ્રેણિકાદિકને અને ઉપશમશ્રેણિમાં રહેલા નમસ્કાર પામેલા જીવો સર્વ જીવોના અનંતમા ભાગે હોય છે, નહિ પામેલા શેષ તેથી અનંતગુણા હોય છે. ૮(અલ્પબહુવૈદ્ધાર મતિજ્ઞાનની જેમ જાણી લેવું, તેથી તે અહીં નથી કહ્યું.) ૯-નમસ્કારને યોગ્ય અરિહંતાદિ પાંચ દ્રવ્ય છે, તેઓની તે યોગ્યતામાં (હવે કહેવાશે તે) હેતુ છે. અથવા ભરતાદિ ક્ષેત્રમાં ઉત્સર્પિણી-અવસર્પિણરૂપ નિયતકાળ છે અને હેમવંતાદિ ક્ષેત્રમાં તેના વિશિષ્ટ ભાગાદિરૂપ કાળ છે, એ બન્ને પ્રકારના કાળમાં નમસ્કાર છે કે નહિ? એ જાણવા માટે પૂર્વે જેમ શ્રત સામાયિકમાં કહ્યું છે, તેમ સમજવું. (કેમકે નમસ્કાર પણ શ્રુત વિશેષરૂપ જ છે.) પૂર્વે નંદીમાં મતિ-શ્રુતજ્ઞાન જેમ સત્પદાદિ નવ પ્રકારે કહ્યું છે, તેમ નમસ્કાર પણ નવ પ્રકારે જાણવો, કેમકે તે પણ શ્રતની અંતર્ગત છે. ૨૯૧૮ થી ૨૯૨૬. હવે પાંચ પ્રકારની પ્રરૂપણા કહે છે :(४३६) आरोवणा य भयणा पुच्छा तह दायणा य निज्जवणा । एसा वा पंचविहा परूवणाऽऽरोवणा तत्थ ॥२९२७॥९०२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy