SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ केणं ति नमोक्कारो साहिज्जइ लब्भए व भणियम्मि । कम्मखओवसमओ किं कम्मं को नओवसमो ? ॥२८९४।। मइ-सुयनाणावरणं दंसणमोहं च तद्वघाईणि । तप्फड्डयाइं दुविहाइं सब-देसोवघाईणि ॥२८९५।। सब्बेसु सव्वघाइसु हएसु देसोवघाइयाण च । भागेहिं मुच्चमाणो समए समए अणंतेहिं ॥२८९६।। पढमं लहइ नकारं एक्केक्कं वन्नमेवमन्नं पि । कमसो विसुज्झमाणो लहइ समत्तं नमोक्कारं ॥२८९७।। ख्रीणमुइन्नं सेसयमुवसंतं भण्णए नओवसमो। उदय-विधाय उवसमो जा समुइन्नरस य विसुद्धी ॥२८९८॥ सो सुयनाणं मइमणुगयं च तं जं च सम्मदिट्ठिरस । तो तल्लाभे जुगवं मइ-सुय-सम्मत्तलाभो त्ति ॥२८९९।। જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયકર્મનો જે ક્ષયોપશમ થાય છે તેનાથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. અને જીવમાં-અજીવમાં ઇત્યાદિ આઠે ભાંગામાં સર્વત્ર નમસ્કાર હોય છે. નમસ્કાર શાથી પ્રાપ્ત થાય ? એમ પૂછવામાં આવે, તો તે કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. કર્મ કર્યું ? અને ક્ષયોપશમ ક્યો ? મતિ-શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય કર્મના નમસ્કારને ઉપઘાતક સ્પર્ધકો બે પ્રકારનાં છે, સર્વઘાતિ અને દેશઘાતિ સ્પર્ધકો. - એમાંનાં સર્વઘાતિ સ્પર્ધકો સર્વ નાશ-પામવાથી અને દેશઘાતિ સ્પર્ધકોના અનન્તમા ભાગેથી સમયે સમયે મૂકાતા પ્રથમ નકાર અક્ષર પ્રાપ્ત થાય છે, તે પછી વિશુદ્ધ થતા અનુક્રમે બીજા પણ એકેક અક્ષર ક્રમસર પ્રાપ્ત થવાથી સમસ્ત નમસ્કાર પ્રાપ્ત થાય છે. ઉદિતકર્મનો ક્ષય અને શેષ અનુદિતકર્મનો ઉપશમ તેને ક્ષયોપશમ કહેવાય છે. ઉદયનો વિઘાત તે ઉપશમ અને ઉદિતની જે વિશુદ્ધિ તેને ક્ષય કહેવાય છે. (ક્ષયસહિત ઉપશમ તે ક્ષયોપશમ.) નમસ્કાર સ્વયં શ્રતરૂપ છે, અને શ્રુત મતિપૂર્વક છે. એ બંને સમ્યગુદૃષ્ટિને હોય છે, તેથી કરીને તે નમસ્કારનો લાભ થવાથી યુગપતુ એકીસાથે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને સમ્યકત્વનો લાભ થાય છે. (આ કારણથી મતિ-શ્રુત જ્ઞાનાવરણ અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ અહીં ગ્રહણ કર્યો છે.) ૨૮૯૩ થી ૨૮૯૯. હવે નમસ્કાર શામાં હોય છે? તે કહે છે : कम्हि नमोक्कारोऽयं बाहिरवत्थुम्मि कत्तुराधारो । नेगम-ववहारमयं जीवादावट्ठभेयम्मि ॥२९१०॥ जं सो जीवाणन्नो तेण तओ जत्थ सो वि तत्थेव । एगम्मि अणेगेसु य जीवाजीवोभएसुं वा ॥२९०१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy