SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નમસ્કારના સ્વામિત્વનો વિચાર. [૪૩૭ હોવાથી તેનો પણ તે સ્વામી છે. એજ પ્રમાણે જો નમસ્કાર પૂજકની અંદર હોય અને પૂજ્ય તેનો સ્વામી થાય, તો શું દોષ છે ? એ પ્રમાણે કહેવામાં આવે, તો પણ તે નમસ્કાર પૂજયનો નહિ કહી શકાય, કારણ કે પારકાના ધનની જેમ નમસ્કારના સ્વગદિરૂપ ફળનો પૂજ્યને અભાવ છે; અને પૂજનારને તે સ્વધનની જેમ સ્વર્ગાદિ ફળના સાવવાળો હોવાથી તે પૂજકનો છે એમ કહેવું યોગ્ય છે. પૂજ્યને પૂજારૂપ ફળ પ્રત્યક્ષ જણાય છે અને પૂજકને તે નથી જણાતું, માટે પૂજ્યને નમસ્કારના ફળનો અભાવ છે એમ જે કહ્યું છે, તે અયોગ્ય છે. આ પ્રમાણે નૈગમાદિ નયવાદીઓ કહેવા માગે તો તે અયોગ્ય છે, કેમકે આકાશની જેમ અનુપજીવી હોવાથી તે પૂજારૂપ ફળ પૂજ્યનું નથી. જે જેનો અનુપજીવી હોય, તે તેનું ફળ ન કહેવાય જેમ દહ્યમાન અગરૂકપૂરાદિનો ધૂમ પ્રસરતા પુષ્પ-સુવાસાદિ ફળ આકાશનું નથી, પરંતુ તેના ઉપજીવક દેવદત્તાદિકનું છે; તેવી રીતે અહીં પણ વીતરાગદેવ પૂજાના અનુપજીવી હોવાથી તે તેનું ફળ નથી, પણ પૂજકનું જ છે. વળી દ્રષ્ટફળવાળો નમસ્કાર પૂજકને છે એમ નહિ, તેમ જ પૂજ્યના ઉપકાર માટે છે, એમ પણ નહિ, પરંતુ પરિણામની વિશુદ્ધિ એ નમસ્કારનું અનન્તર ફળ છે અને સ્વર્ગ-અપવર્ગ આદિ પરંપર ફળ છે. એ પરિણામની વિશુદ્ધિ તથા સ્વર્ગપ્રતિ વગેરે ફળ પૂજકનું જ છે. પૂજ્યનું નથી, માટે નમસ્કાર પણ પૂજકનો જ કહેવાય પણ પૂજ્યનો ન કહેવાય. વળી નમસ્કાર પૂજકથી કરાતો હોવાથી તે તેને જ આધીન છે, તેથી સ્વધનની જેમ નમસ્કાર તેના કર્તાનો છે, તથા નમસ્કાર જ્ઞાન-શબ્દ-ક્રિયારૂપ હોવાથી નમસ્કાર કરનારના ગુણરૂપ છે, તેથી તે તેનો છે. નમસ્કારનાં સ્વર્ગાદિ ફળનો ભોક્તા તે પૂજક હોવાથી તે સ્વધનની જેમ તે તેનો છે, તેમજ નમસ્કારના કારણભૂત જે કર્મનો ક્ષયોપશમ તે પણ તેના કર્તામાં જ વિદ્યમાન હોવાથી તે તેનો છે. કેમકે કારણ વિના કાર્ય અન્યત્ર હોઈ શકે નહિ તથા નમસ્કાર એ તેના કર્તાના પરિણામરૂપે હોવાથી પણ તે તેના કર્તાન જ છે અન્યનો નથી. ૨૮૯૧. હવે શબ્દાદિ ત્રણ નયના મતે નમસ્કારનું સ્વામિત્વ કહે છે. जं नाणं चेय नमो सद्दाईणं न सद्द-किरियाओ। तेण विसेसेण तयं बज्झस्स न तेऽणुमण्णंति ॥२८९२।। दारं શબ્દાદિ ત્રણ નયોના મતે ઉપયોગરૂપ જ્ઞાન જ નમસ્કાર છે, પણ શબ્દ તથા ક્રિયા નમસ્કાર નથી. કેમકે એ નયો શુદ્ધ હોવાથી જ્ઞાનવાદી છે. તેથી વિશેષ કરીને બાહ્ય જિનેશ્વરાદિનો અથવા તેમની પ્રતિમાનો નમસ્કાર તે નયો નથી માનતા. (પરંતુ તદુપયોગવાનું પૂજકનો જ નમસ્કાર તેઓ માને છે.) ૨૮૯૨. હવે નમસ્કાર શાનાથી થાય છે, તે કહે છે :(४२७) नाणावरणिज्जस्स य दंसणमोहस्स जो खओवसमो । નવમMી ૩; મંસુ હો સત્ય /ર૮૬૮૬રૂા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy