SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] જ્ઞાનાત્મક નમસ્કારની નિત્યત્વ સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ अह परसंत्तो त्ति तओ संतो, किं नाम करस नासंतं ? । अहणाइव्ववएसो नेवं न य परधणाफलया ॥२८१२॥ सब्बधणं सामण्णं पावइ भत्तिफलं व सेसं च । किरियाफलमेवं चाऽकयागमो कयविणासो य ।।२८१३॥ अह भक्तिमंतसंताणओ स निच्चो त्ति कहमणुप्पण्णो ? । नणु संताणित्तणओ स होइ बीयंकुराइ ब्व ॥२८१४।। होज्जाहि नमोक्कारो णाणं सद्दो व कायकिरिया वा । अहवा तरसंजोगो न सबहा सो अणुप्पत्ती ॥२८१५।। અન્ય સંતાનમાં તે છે, એમ કહેવામાં આવે, તો કોને કઇ વસ્તુનો અભાવ થાય ? વળી એ પ્રમાણે નિર્ધનતાનો વ્યપદેશ નહિ થાય અને પરધનની નિષ્ફળતા પણ નહિ થાય. તેથી સર્વ ધન, ભકિતનું ફળ, અને શેષક્રિયાનું ફળ સર્વસામાન્ય થશે, તેમજ અકૃત-આગમ અને કૃત-નાશ એ બે પ્રાપ્ત થશે. ભક્તિમાનના સંતાનથી તે નિત્ય છે, એમ કહેવામાં આવે તો એ રીતે પણ તે અનુત્પન્ન કેમ કહેવાય? સંતાનપણાને લીધે બીજાંકુરાદિની જેમ તે પણ ઉત્પન્ન થાય છે. વળી નમસ્કાર એ જ્ઞાન-શબ્દ-કાયક્રિયા-અથવા તે બે આદિનો સંયોગ થાય, તો પણ તે (ઉત્પાદાદિ ધર્મવાળા હોવાથી) સર્વથા અનુત્પન્ન નથી. ૨૮૧૨ થી ૨૮૧૫. વિવેચન :- આદ્યનૈગમનયવાદી અહીં એમ કહેવા માગે કે નાનાવિધ જીવોમાં નમસ્કારનો સર્વ કળ અવ્યવચ્છેદ હોવાથી અહીં નથી જણાતો તે છતાં પણ ત્યાં પર સંતાનમાં તે સદેવ વિદ્યમાન છે. જો આ પ્રમાણે અન્યસંતાનવર્તિ વસ્તુ અન્યની વિદ્યમાન છે એમ કહેવાય, તે પછી ધનાદિક એવી કઈ વસ્તુ છે કે જે કોઇને અવિદ્યમાન ન હોય? અર્થાત્ સર્વને અભાવ પ્રાપ્ત થાય, તેમજ ઉપલણથી સર્વ વસ્તુ સર્વને વિદ્યમાન થાય. અને તેથી ધનવાનના ધનવડે નિર્ધન પણ ધનવાળો કહેવાય, પરંતુ કોઈપણ નિર્ધન ન કહેવાય અને આ પ્રમાણે માનવાથી તેનું ફળ પણ ત્યાં વિદ્યમાન હોય છે. આ પ્રમાણે થવાથી એક ધનવાનનું ધન, તે સર્વ દરિદ્રિઓને પણ સામાન્યપણે પ્રાપ્ત થાય, અથવા એક નમસ્કારવાળાનું અહેંદાદિની ભક્તિનું ફળ, તે નમસ્કારરહિત મિથ્યાત્વીઓને પણ સાધારણપણે પ્રાપ્ત થાય, તથા બીજું જે દાન-ધ્યાન-હિંસા-મૃષાવાદ વગેરે ક્રિયાનું ફળ તે સર્વને સાધારણ પ્રાપ્ત થાય, અને તેમ થવાથી સુખ-દુઃખ, પુન્ય-પાપ, વગેરે નહિ કરેલાનું આગમન થાય, કરેલા પુન્ય-પાપાદિનો વિનાશ થાય. વળી કદાચ એમ કહેવામાં આવે, કે ભક્તિમાનું સમ્યગુષ્ટિ જીવોનો જે સત્તાન પ્રવાહ છે, તેની અપેક્ષાએ નમસ્કાર નિત્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોનો સંતાન કદી પણ વિચ્છેદ પામતો નથી, તેથી તે નિત્ય છે. “જે નિત્ય છે તે આકાશની જેમ ઉત્પન્ન નથી થતું.” માટે નમસ્કાર અનુત્પન્ન છે. આ કથન પણ ઠીક નથી, કેમકે એ રીતે પણ નમસ્કાર અનુત્પન્ન થતો નથી, જો કે સમ્યગ્દષ્ટિ જીવો તો અનિત્ય જ છે, મનુષ્યાદિના ભાવથી તેમનો ઉત્પાદ-વ્યય થાય છે તેથી સમ્યગ્દષ્ટિઓથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે. જે સંતાની છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy