SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાપર ઉભય પદોનું સ્વરપ. सा सेढी सेढिगुणा पयरं तदसंखभागसेढीणं । संखाईयाण पएसरासिमाणा सुयपवन्ना ॥२७६८।। सई संखाईयत्ते थोवा देसविरया दुविहंवि । तदसंखगुणा सम्मद्दिट्ठी य तत्तो सुयसहिया ॥२७६९।। मी पवज्जमाणा सुरस सेसपडिवन्नएहिंतो । संखाईयगुण च्चिय तदसंखगुणा सुयपवन्ना ॥। २७७० ।। सट्टा सट्टाणे पुव्यपवण्णा पवज्जमाणेहिं । हुति असंखज्जगुणा संखिज्जगुणा चरित्तरस ॥। २७७१।। चरणपडिया अणंता तदसंखगुणा य देसविरईओ । सम्मादसंखगुणिया तओ सुयाओ अनंतगुणा ।। २७७२ ।। सामण्णं सुयगहणं ति तेण सव्वत्थ बहुतरा तम्मि । इहरा पइ सम्मसुयं सम्मत्तसमा मुणेयव्या ||२७७३|| पडिय-पडिवन्त्रयाणं सट्टाणे समहिअं जहन्नाओ । सव्र्वत्थुक्कोसपयं पवज्जइ जहण्णओ चेगो || २७७४ ।। ઘનીકૃત સમચોરસ લોકની સાતરાજ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જીવો એક સમયમાં શ્રુતસામાયિક (ઉત્કૃષ્ટથી) પામે છે. તે શ્રેણિને શ્રેણિવડે ગુણવાથી પ્રતર થાય, તેના અસંખ્યાતમા ભાગે તેવી અસંખ્યાત શ્રેણિના પ્રદેશરાશિપ્રમાણ શ્રુતસામાયિક પૂર્વે પામેલા હોય. સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુત સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા છે, તો પણ દેશિવરિત થોડા છે; પ્રતિપદ્યમાન સમ્યગ્દષ્ટ તેનાથી અસંખ્યાતા છે અને તે કરતાં સામાન્ય શ્રુત પ્રતિપદ્યમાન અસંખ્યાતગુણા છે. મિશ્રમાં શેષ સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ પૂર્વપ્રતિપન્નથકી સામાન્યશ્રુત પ્રતિપદ્યમાન અસંખ્યાતગુણા-તેથી પણ અસંખ્યાતગુણા શ્રુત પૂર્વપ્રતિપક્ષ છે. સમ્યક્ત્વ સામાયિક-શ્રુત સામાયિક-અને દેશવિરતિ સામાયિક પ્રતિપદ્યમાન જીવો કરતાં સ્વસ્વસ્થાનમાં પૂર્વપ્રતિપન્ન સામાયિકવાળા જીવો અસંખ્યાતગુણા છે અને સર્વવિરતિ પ્રતિપદ્યમાન જીવો કરતાં પૂર્વપ્રતિપન્ન જીવો સંખ્યાતગુણા છે. સમ્યક્ત્વાદિ સામાયિક પામતા અને પામેલા સર્વ જીવો કરતાં ચારિત્રથી પડેલા જીવો અનંતગુણા છે, તેથી દેવતિથી પડેલા જીવો અસંખ્યાત ગુણા છે, તેનાથી અસંખ્યાત ગુણા સમ્યક્ત્વથી પડેલા જીવો છે, અને તેનાથી અનંગુણા શ્રુતથી પડેલા જીવો છે. સામાન્ય-અક્ષરાત્મક શ્રુતગ્રહણ કહ્યું છે, તેથી તેમાં ઘણા જીવો છે. અન્યથા સભ્યશ્રુતની અપેક્ષાએ તો સમ્યક્ત્વસમાન જીવો જાણવા. સમ્યક્ત્વાદિ પડેલા જીવોની જઘન્ય સંખ્યાથી ઉત્કૃષ્ટ સંખ્યા સર્વત્ર સ્વસ્થાનમાં વિશેષાધિક જાણવી. એ જ પૂર્વપ્રતિપન્ન સામાયિકવાળા જીવોમાં પણ જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ વિશેષાધિક જાણવું સમ્યક્ત્વાદિ પ્રતિપદ્યમાન જીવો જઘન્યથી એક અથવા બે હોય, (અને ઉત્કૃષ્ટથી પ્રથમનાં ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા ૪૦૪] Jain Education International For Private & Personal Use Only વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy