SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮] ચારિત્ર પર્યાયની અલ્પતા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. પરંતુ અહીં તો ગ્રહણ ધારણાદિના વિષયભૂત જે ચારિત્રમાં ઉપયોગી પર્યાયો હોય, તે જ ા છે, તેથી તે ચારિત્રપર્યાયો થોડા છે. શિષ્ય ઃ- પૂર્વે ‘કિં’ દ્વારમાં બધા સામાયિકનો વિષય પ્રરૂપ્યો છે, અને અહીં ‘કે’ દ્વારમાં પણ “સમ્યક્ત્વ સર્વગત છે' ઇત્યાદિ કહેવાથી શું પુનરૂક્તિ દોષ નથી થતો ? અથવા એમાં અને આ દ્વારમાં શો તફાવત છે ? -- આચાર્ય :- પૂર્વે ‘કિં’ દ્વારમાં વિષય અને વિષયનો અભેદ માનીને “સામાયિક શું છે ?” એમ સામાયિકની જાતિ માત્ર જાણવાની ઇચ્છાવાળાને ઉત્તરમાં ગાયા અનુ સામાડ્યું “આત્મા જ સામાયિક છે” એ કથનથી મુખ્યપણે તે વિષય-સામાયિક જ કહ્યું છે. તેનો વિષય તેનાથી અભિન્ન હોવાને લીધે ગૌણવૃત્તિથી કહેલ છે અને અહીં ‘વુ’ દ્વા૨માં મુખ્યપણે સામાયિકનો વિષય જ જાણવાની ઇચ્છાવાળાને જ્ઞેયભાવે તેના વિષયનું સ્વરૂપ જ કહ્યું છે. અથવા મિહિય ના બદલે મિહિર પાઠ ભણવામાં આવે, તો તેના અર્થમાં વ્હેવુ દ્વારની અંદર વિષય તથા વિષયનો ભેદ માનીને મુખ્યપણે જ્ઞેયભાવે સામાયિકનો વિષય જ કહ્યો છે, અને ‘કિં’દ્વારમાં વિષય તથા વિષયિનો અભેદ માનીને મુખ્યપણે જ્ઞેયભાવથી વિષયિભૂત સામાયિકનું સ્વરૂપ જ કહ્યું છે એટલે વિં દ્વાર દ્વારમાં અને ‘વુ’ દ્વારના વ્યાખ્યાનમાં તફાવત છે. ૨૭૫૫ થી ૨૭૬૦. . माणुस खेत जाई कुलरुवारोग्गमाउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोगंमि दुलहाई ||८३१ || મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, ઉત્તમ રૂપ, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, રોગરહિતપણું, આયુષ્ય, બુદ્ધિ, સમજણ, શ્રદ્ધા, અને સંયમ-એ સઘળી વસ્તુ લોકમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. II૮૩૧॥ ઇન્દ્રિયોની શક્તિ, ઇન્દ્રિયોનું બનવું, ઇન્દ્રિયની વિષય ગ્રહણ કરવાની તાકાત, ઇન્દ્રિયોને ઉપઘાતરહિતપણું, વિષયગ્રહણનું નિરૂપદ્રવપણું, સુકાલ, રોગરહિતપણું, ભક્તિ, ગુરુની સેવા અને ધર્મનું અર્થીપણું આ સર્વ ચીજો મળવી અતિ મુશ્કેલ છે. (પ્રક્ષિપ્તા). चोल्लग पासग धणे जूए रयणे य सुभिण चक्के य । चम्म परमाणू दस दिट्ठन्ता मणुयलंभे ॥ ८३२॥ એ બધી વસ્તુની દુર્લભતા જણાવતાં મનુષ્યપણું પામવાની દુર્લભતામાં દશ દેષ્ટાન્તો જણાવે છે : Jain Education International ચક્રવર્તીના રાજમાં વારાફરતી ભોજન કરતાં વારો આવવો જેમ મુશ્કેલ છે, તેમ આવું પ્રાપ્ત થયેલું મનુષ્યપણું વ્યર્થ જાય ફેર પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એવી રીતે આગળના દૃષ્ટાન્તોમાં પણ ઘટના કરવી (૧) જેમ દેવતાઇ પાશા નાખનારને જીતવો મુશ્કેલ છે (૨) જગન્ના બધા ધાન્યને એકઠા કરી તેમાં એક પ્રસ્થ જેટલું અનાજ જુદી નિશાનીવાળું ભેળવીને, તે બધા ધાન્યને હલાવી નાખવામાં આવે, પછી જેના હાથ કંપતા હોય, દૃષ્ટિની નિર્મલતા ન હોય, તેવી એક ડોશીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy