SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પરિણામ, વેદના અને સમુદ્રઘાત દ્વાર. [૩૯૩ હવે પરિણામ વેદના અને સમુદ્ધાત દ્વાર કહે છે. (३९६) वढते परिणाम पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेव वड्डियम्मि वि हायंते न किंचि पडिवज्जे ॥२७४३।।८२३॥ (३९७) दुविहाए वेयणाए पडिवज्जइ सो चउण्हमण्णयरं । असमोहओ वि एमेव पुवपडिववण्णए भयणा ॥२७४४॥८२४॥ વર્ધમાન પરિણામવાળો જીવ પરિણામની વૃદ્ધિમાં ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે, પણ હીયમાન શુભ પરિણામમાં કોઈ પણ સામાયિક નથી પામતો. બન્ને પ્રકારની વેદનામાં તે જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અસમવહત જીવ પણ એ જ પ્રમાણે ચારમાંથી કોઈ એક સામાયિક પામે છે અને તે પૂર્વપ્રતિપન્ન તો ભજનાએ હોય છે. ૨૭૪૩ થી ૨૭૪૪. અધ્યવસાય વિશેષ તે પરિણામ કહેવાય. તે પરિણામ શુભ-શુભતરરૂપે વૃદ્ધિ પામતા હોય એવો જીવ સમ્યકત્વાદિ ચાર સામાયિકમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. એ જ પ્રમાણે અંતરકરણાદિમાં અવસ્થિત શુભ પરિણામમાં પણ તે જીવ ચારમાંથી કોઈ એક સામાયિક પામે છે; પરંતુ શુભ પરિણામ હીયમાન-ઘટતા હોય, ત્યારે તે જીવ સંકિલષ્ટ પરિણામવાળો થતો હોવાથી કોઈપણ સામાયિક પામતો નથી. પૂર્વપ્રતિપન્ન તો એ ત્રણે પ્રકારના પરિણામમાં હોય છે. શાતા તથા અશાતા એમ બન્ને પ્રકારની વેદના હોય ત્યારે જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. વેદના-કષાય આદિ અનુભવના પરિણામની સાથે એકીભાવ પામેલા જીવના વેદનીય આદિ કર્મ પુદ્ગલોનો સમ્યપ્રકારે અત્યંત નાશ થાય, તેને સમુદ્યાત કહેવાય છે. એવા સમુદ્દઘાત સાત પ્રકારે છે :- કેવળી સમુદ્દઘાત, કષાય સમુઘાત, મરણસમુદ્દઘાત, વેદના સમુદ્યાત, વૈક્રિય સમુઠ્ઠાત, તૈજસ સમુદ્યાત અને આહાર સમુઠ્ઠાત, આ કેવળી આદિ સમુદ્દઘાટવડે અસમવહત (નહિ સમુદ્દઘાત કરતો) જીવ ચારે સામાયિક પામે છે અને પૂર્વ પ્રતિપન્ન પણ હોય છે. તથા જે કેવળી આદિ સાત સમુદ્દઘાટવડે સમવહત હોય, તે કોઈ પણ સામાયિક પામતો નથી; પરંતુ પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ ભજનો છે. એટલે કે સમવહત (સમુઘાતને કરતા) જીવને બે અથવા ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, તેમાં કેવળીસમુઘાતમાં સમ્યકત્વ સામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, બાકીના સમુદ્દઘાતમાં દેશવિરતિ સિવાય ત્રણ, અથવા સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૪૩ થી ૨૭૪૪. હવે નિર્વેષ્ટન તથા ઉદ્વર્તનદ્વાર કહે છે. (३९८) दव्वेण य भावेण य निव्वेटुंतो चउण्हमण्णयरं । नरएसु अणुव्बट्टे दुग तिग चउरो सि उव्वट्टे ॥२७४५।।८२५॥ कम्मं निव्वेतो पवज्जइ विसेसओ तदावरणं । दव् कम्मपएसे भावे कोहाइ हावितो ॥२७४६॥ ૫O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy