SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. સામાન્ય વિશેષજ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. [૩૦૫ એકી સાથે અનેક અર્થ ગ્રહણ કરવારૂપ એક ઉપયોગનો નિષેધ નથી કરતા, કારણ કે “આ લશ્કરની છાવણી છે” ઇત્યાદિ ઉપયોગમાં જે એકીસાથે અનેક અર્થનું ગ્રહણ થવાનું અમે કહીએ છીએ, તે અનેકાર્થનું ગ્રહણ છતાં પણ સામાન્યપણે તો એકાર્થનું ગ્રહણ જ છે. અર્થાત્ અમે એકીસાથે અનેક અર્થ ગ્રહણ કહીએ છીએ, તે સામાન્યરૂપની અપેક્ષાએ છે. વિશેષરૂપની અપેક્ષાએ ત્યાં અનેક અર્થનું ગ્રહણ નથી જ થતું. કારણ કે એક કાળે એક જ વિશેષ ઉપયોગ હોઈ શકે છે. એ જ પ્રમાણે “આ ઉષ્ણવેદના છે અને આ શીતવેદના છે,” એમ વિશેષરૂપે બે અર્થનું એકીસાથે ગ્રહણ નથી થતું અને એ જ કારણથી તે સંબંધી ઉપયોગદ્વય પણ એકીસાથે નથી થતા; પરંતુ “મને બે વેદના થાય છે” એમ સામાન્યપણે બે અર્થનું ગ્રહણ થાય છે, પણ શીત અને ઉષ્ણવેદના છે એમ વિશેષપણે કોઈ કાળે ગ્રહણ ન થાય. આ જ કારણથી સામાન્યગ્રાહી જ્ઞાન અને વિશેષગ્રાહી જ્ઞાન એક કાળે નથી થતા, કારણ કે સામાન્ય-વિશેષ પરસ્પર અત્યંત ભિન્નજાતિવાળા છે, એટલે એ ઉભય એકીસાથે કેવી રીતે ભાયમાન થાય ? ન જ થાય. અહીં કદાચ એમ કહેવામાં આવે, કે સામાન્ય અને વિશેષજ્ઞાન બંને જ્ઞાનરૂપ હોવાથી એક કાળે થાય, તો શો દોષ છે? આ કથન અયોગ્ય છે, કેમકે સામાન્યજ્ઞાન અવગ્રહરૂપ છે, અને વિશેષજ્ઞાન અપાયરૂપ છે. આ પ્રમાણે એ બંને જ્ઞાન અત્યંત ભિન્ન હોવાથી એક કાળે ન થાય. વળી સામાન્ય-ગ્રાહીજ્ઞાનપૂર્વક જ વિશેષગ્રાહી જ્ઞાન થાય છે. પૂર્વે કહેલ છે કે સામાન્યપણે ગ્રહણ કર્યા સિવાય ઈહા-વિચારણા ન થાય અને ઈહા વિના નિશ્ચય ન થાય. એ જ કારણથી એ ઉભય જ્ઞાનનો ઉદ્ભવ એક કાળે ન થાય. ૨૪૪૦ થી ૨૪૪૫. સામાન્ય-વિશેષ જ્ઞાન સંબંધી શંકા અને સમાધાન કહે છે : होज्ज न विलखणाइं समयं सामण्ण-भेयनाणाई। बहुयाण को विरोहो समयम्मि विसेसनाणाणं ? ॥२४४६।। लक्खणभेयाउ च्चिय सामण्णं च जमणेगविसयंति । तमघेत्तुं न विसेसन्नाणाइं ते ण समयम्मि ॥२४४७॥ तो सामन्नग्गहणाणंतरमीहियमवेइ तब्भेयं । इय सामन्नविसेसावेक्खो जावंतिमो भेओ ॥२४४८॥ इय पण्णविओवि जओ न पवज्जड़ तो तओ कओ बज्झो । तो रायगिहे समयं किरियाओ दो परूवंतो ॥२४४९।। मणिनागेणारूद्धो भओववत्तिओ पडिबोहिओ वोत्तुं । ફુચ્છામી ગુરુમૂર્ત સંતૂ તો હતો ર૪પ સામાન્ય અને વિશેષજ્ઞાન અતિવિલક્ષણ હોવાથી ભલે એકીસાથે તે બંનેનો ઉપયોગ ન થાય, પણ ઘણાં વિશેષોનો એકીસાથે એક સમયે ઉપયોગ થવામાં શો વિરોધ છે? લક્ષણનો ભેદ હોવાથી તે ન બને કેમકે સામાન્યજ્ઞાન અનેકવિષયવાળું છે, તેથી તે સામાન્યજ્ઞાન ગ્રહણ કર્યા વિના એક ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy