SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] બહુબહુવિધાદિ ભેદોમાં સામાન્યોપયોગની સત્તા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ समयमणेगग्गहणे एगाणेगोवओगभेओ को ?। सामण्णमेगजोगो खंधावारोवओगो ब्ब ॥२४४०॥ खंधावारोऽयं सामण्णमेत्तमेगोवओगया समयं । पइवत्थुविभागो पुण जो सोऽणेगोवओगत्ति ॥२४४१॥ ते च्चिय न संति समयं सामण्णाणेगगहणमविरुद्धं । एगमणेगंपि तयं तम्हा सामण्णभावेणं ॥२४४२।। उसिणेयं सीयेयं न विभागो नोवओगदुगमिटुं ।। होज्ज समं दुगगहणं सामण्णं वेयणा मेत्ति ॥२४४३।। जं सामण्णविसेसा विलक्खणा तन्निबंधणं जं च । नाणं जं च विभिन्ना सुदूरओवग्गहा-ऽवाग ॥२४४४।। जं च विसेसन्नाणं सामन्नन्नाण पुब्बयमवस्सं । तो सामण्ण विसेसन्नाणाइं नेगसमयम्मि ॥२४४५।। એકીસાથે અનેક અર્થ ગ્રહણ કરવામાં અને અનેક ઉપયોગમાં શો ભેદ છે ? લશ્કરની છાવણીના ઉપયોગની જેમ સામાન્ય ઉપયોગને એક ઉપયોગ કહેવાય. જેમકે આ લશ્કરની છાવણી છે, એ પ્રમાણે એક કાળે જે સામાન્ય માત્રગ્રાહી ઉપયોગ તેને એક ઉપયોગ કહેવાય. અને તેમાંની દરેક વસ્તુનો વિભાગગ્રાહી જે ઉપયોગ, તે અનેક ઉપયોગ કહેવાય, એ અનેક ઉપયોગ એક કાળે ન હોય. સામાન્યપણે અનેક અર્થનું ગ્રહણ થવામાં કંઇ વિરોધ નથી, કેમકે જે અનેક અર્થનું ગ્રહણ થાય છે, તે પણ સામાન્ય ભાવે તો એનાર્થરૂપ જ છે. આ જ પ્રમાણે આ શીત વેદના છે, અને આ ઉષ્ણ વેદના છે, એવા વિભાગરૂપે ઉપયોગદ્વયનો નિષેધ છે; પણ સામાન્યથી “મને બે વેદના થાય છે,' એમ એકીસાથે બન્નેનું ગ્રહણ થઇ શકે છે. સામાન્ય અને વિશેષ પરસ્પર વિલક્ષણભાવ છે અને તેના કારણભૂત અવગ્રહ તથા અપાયરૂપ જ્ઞાન પણ પરસ્પર ભિન્ન છે; માટે સામાન્ય વિશેષ જ્ઞાન એક સમયે ન હોય, કેમકે વિશેષજ્ઞાન અવશ્ય સામાન્યજ્ઞાનપૂર્વક હોય છે. વળી જે વિશેષજ્ઞાન છે તે અવશ્ય સામાન્ય જ્ઞાનપૂર્વક હોય છે. તે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન એક સમયમાં હોતા નથી. ૨૪૪૦ થી ૨૪૪૫. ગંગ - એક સાથે અનેક અર્થનું ગ્રહણ થાય, એમ તમે કહો છો, તો પછી એક અને અનેક ઉપયોગમાં તફાવત ક્યો રહ્યો ? કે જેથી તમે એકીસાથે અનેક ઉપયોગ નથી માનતા. આચાર્ય - જે સામાન્ય ઉપયોગ તેને એક ઉપયોગ કહેવાય છે. જેમકે “આ લશ્કરની છાવણી છે.” આ પ્રમાણે એકસાથે સામાન્યમાત્રગ્રાહી ઉપયોગ તે એક ઉપયોગ કહેવાય. અને આ હાથીનું યૂથ છે, આ અશ્વો છે, આ રથો છે, આ પદાતિ છે, આ તલવારો છે, આ ભાલાં છે, આ શિરસ્ત્રાણ (ટોપા) છે, આ કવચ છે, આ તંબુઓ છે, આ ધજાઓ છે, આ પતાકાઓ, આ શંખ, આ કાહલ, આ ઊંટ, આ ગધેડા ઇત્યાદિ પ્રકારે દરેક વસ્તુગત ભેદના અધ્યવસાયને અનેક ઉપયોગ કહેવાય. આ અનેક ઉપયોગ એકીસાથે ન હોય, તેથી જ અમે તેનો નિષેધ કરીએ છીએ. પણ સામાન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy