SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] બળભદ્ર રાજાથી ત્રીજા નિધવોને બોધ. [૨૮૯ કોઈ વખત તેઓ છદ્મસ્થને પણ વંદન કરે છે, જિનેશ્વરનું શાસન નિશ્ચય અને વ્યવહારનય યુક્ત છે, તેમાંના એકનો ત્યાગ કરવાથી તેમ જ શંકાદિ દોષો કરવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. માટે જો તમે જિનમત અંગીકાર કરતા હો, તો વ્યવહારનયના મતનો ત્યાગ ન કરો, કેમકે વ્યવહારનો ત્યાગ કરવાથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે. ૨૩૭૮ થી ૨૩૮૨. इय ते नासग्गाहं मुयंति जाहे बहुपि भण्णंता । तो संघपरिच्चत्ता रायगिहे निवतिणा नाउं ॥२३८३॥ बलभद्देणग्धाया भणंति सावय ! वयं तवस्सित्ति । મા ગુરુ સંમસંહાસુ માણ મા રાયા .ર૩૮૪ો. को जाणइ के तुब्भे ? किं चोरा चारिआ अभिमरत्ति ? । संजयस्वच्छण्णा अज्जमहं भे विवाएमि ॥२३८५॥ नाणचरियाहिं नज्जइ समणोऽसमणो व कीस जाणंतो। तं सावय ! संदेहं करेसि ? भणिओ निवो भणइ ॥२३८६॥ तुभं चिय न परोप्पर वीसंभो साहवोत्ति किह मझं । ના-ચરિયાëિ ગાયક ? વોરા ૪ વિંદ ર તા સંતિ? રરૂછો उववत्तीओ भयओ य पवण्णा सबमयमसग्गाहो। निवखामियाभिगंत्तुं गुरुमूलं ते पडिक्कंता ॥२३८८।। એ પ્રમાણે વૃદ્ધોએ તેમને ઘણે પ્રકારે કહ્યું, તે છતાં જ્યારે તેમણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહિ, ત્યારે સંઘે તેમને (ગચ્છથી) દૂર કર્યા, તેથી તે નિદ્વવ મુનિઓ વિહાર કરતા રાજગૃહનગરે આવ્યા. તેમને આવેલા જાણીને ત્યાંના બળભદ્ર રાજાએ તેમને બોલાવ્યા ને પૂછ્યું, 'અરે ! તમે કોણ છો ? મુનિઓએ કહ્યું,) શ્રાવક! અમે તપસ્વી છીએ, અશંકાના સ્થાનમાં શંકા ન કર, તેઓ એમ બોલ્યા, એટલે રાજાએ કહ્યું, કોણ જાણે તમે કોણ છો? જરૂર તમે સાધુવેષમાં છુપાયેલા કોઈ ચોર, ગુપ્તચર કે ધાડપાડુ હશો, આજે અવશ્ય હું તમારો નાશ કરીશ (આથી ભય પામેલા મુનિઓ બોલ્યા કે) જ્ઞાન અને ચારિત્ર વડે આ મુનિ છે કે મુનિ નથી, એમ જાણી શકાય છે, એ પ્રમાણે તું જાણે છે, છતાં હે શ્રાવક ! (અમારામાં) શા માટે સંદેહ કરે છે ? રાજાએ કહ્યું, “આ સાધુ છે” એવો તમને જ પરસ્પર વિશ્વાસ નથી, તો પછી તે જ્ઞાન-ચારિત્રવડે મને ક્યાંથી વિશ્વાસ હોય? શું ચોરોને પણ કૃત્રિમ ચારિત્ર નથી હોતું ? હોય છે. એ પ્રમાણે રાજાની યુક્તિ પૂર્વકની વાતથી અને ભયથી તેઓએ પોતાના અસદ્ આગ્રહનો ત્યાગ કર્યો એટલે રાજાએ પોતે કરેલા (મિથ્યા અપરાધ માટે) માફી માંગી પછી તે મુનિઓએ ગુરુ પાસે જઈને તેની આલોચના કરી. તૃતીય નિવવાદ સમાપ્ત થયો. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy