SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] વેષ અને વ્યવહારનું બલવાનપણું. વેષ અને વતન [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ किं बहुणा सव्वं चिय संदिद्धं जिणमयं जिणंदा य । પરનોય-સા-મોધ્રા વિધ્યામિસ્થમામાં? રરૂછો अह संति जिणवरिंदा तब्बयणाओ य सबपडिवत्ती । तो तव्वयणाउ च्चिय जइवंदणयं कहं न मयं ? ॥२३७६।। जइ जिणमयं पमाणं मुणित्ति तो वज्झकरणपरिसुद्धं । देवंपि वन्दमाणो विसुद्धभावो विसुद्धो उ ॥२३७७।। તથા સ્ત્રી અને કુશીલિયાની શંકાથી તમારે યતિ સાથેનો સંવાસ પણ શ્રેયસ્કર નથી, વળી ગૃહસ્થ પણ કદાચ યતિ હોય, એવી ભ્રાન્તિથી, તેને આશીર્વાદ (ધર્મલાભ) ન આપવો જોઈએ. કોઈને દીક્ષા પણ ન આપવી જોઈએ, કેમકે કોણ જાણે-તે ભવ્ય છે, કે અભવ્ય છે? ચોર હશે ? ગુપ્તચર હશે ? કે પરસ્ત્રીગામી હશે? તેમજ કોણ શિષ્ય છે અને કોણ ગુરુ છે? એવો તફાવત પણ કોણ જાણે છે ? તેમ વળી ઉપદેશ પણ ગ્રહણ ન કરવો જોઈએ. કારણ કે એ ઉપદેશ પણ સત્ય હશે કે અસત્ય હશે ? એવા પ્રકારની ભ્રાન્તિથી તમારા અભિપ્રાયે જિનમત અને જિનેશ્વર, પરલોક, સ્વર્ગ, મોક્ષ વગેરે સર્વ કંઈ સંદેહવાનું જ છે. તો પછી દીક્ષાનો આરંભ શા માટે કરો છો ? જિનેશ્વર છે, અને તેમના વચનથી સ્વર્ગ-મોક્ષાદિ પણ છે એવી પ્રતીતિ થાય છે, એમ કહેતા હો, તો જિનવચનથી યતિવંદન કરવાનું કેમ માન્ય કરતા નથી ? વળી જો તમને જિનમત પ્રમાણ છે, તો આ “મુનિ” એવી બુદ્ધિથી આલય-વિહારાદિ બાહ્ય કરણથી શુદ્ધ એવા દેવને પણ વિશુદ્ધભાવથી વંદન કરતાં કંઈ દોષ નથી. ૨૩૭ર થી ૨૩૭૭. जह वा सो जइरूवो दिट्ठो तह केत्तिया सुरा अन्ने । તુમેહં હિટ્ટપુવા ? સત્યાપ૩ = મે રરૂછટા छउमत्थसमयचज्जा ववहारनयाणुसारिणी सव्वा । તે તદ રામાયતો સુન્ડા સવ્યો વિશુદ્ધ મા //રરૂછો संववहारोवि बली जमसुद्धपि गहियं सुयविहीए । હોવે જ સાધૂ ચંદ્ર ય ર્યા છ૩મત્યે રરૂ૮૦માં निवच्छयववहारनओवणीयमिह सासणं जिणिंदाणं । एगयरपरिच्चाओ मिच्छं संकादओ जे य ॥२३८१॥ जइ जिणमयं पवज्जह तो मा ववहारनयमयं मुयह । વવBIRપરિવા, તિત્યુચ્છેડા નડેમોડવરસે રર૮રો અથવા તમે જેમ તે આર્ય આષાઢદેવને યતિ રૂપધારી જોયો, તેમ બીજા કેટલા દેવને તમે તે પ્રમાણે પૂર્વે જોયા કે જેથી સર્વત્ર એવી અપ્રતીતિ તમને થાય છે? (માટે વ્યવહારનયની અપેક્ષાએ તમારે પરસ્પર વંદનાદિ કરવું જોઈએ કારણ કે છઘસ્થ સમયની સર્વચર્યા વ્યવહારનયને અનુસારે હોય છે, તેથી વિશુદ્ધ મનવાળો તે પ્રમાણે આચરતો વિશુદ્ધ થાય છે. સંવ્યવહારની બલવત્તા છે. શ્રુતવિધિ વડે જે અશુદ્ધ આહાર ગ્રહણ કરેલ હોય, તેનો પણ સર્વજ્ઞ નિષેધ કરતા નથી, તેમ જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy