SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૨૭ વળી આગમથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી, કેમકે આગમ પણ અનુમાનથી જુદું નથી, પરમાર્થથી તો તે અનુમાન રૂપ જ છે, કારણ કે શબ્દપ્રમાણને જ આગમ કહેવાય છે, અને એ શબ્દ બે પ્રકારના છે, દષ્ટ અર્થ વિષયવાળો અને અદૃષ્ટ અર્થ વિષયવાળો, તેમાં શબ્દથી દષ્ટ અર્થ વિષયની જે પ્રતીતિ થાય, તે વસ્તુતઃ અનુમાનથી જ થાય છે, જેમકે કોઈ વખત પ્રથમ પહોળા પેટવાળા, ઊંચા કાંઠા, ગોળ ગ્રીવા આદિ આકારવાળા ઘટ પદાર્થમાં “ઘટ” શબ્દનો પ્રયોગ થતો જોઇને, પછી કોઈ વખત “ઘટ લાવ” એવો શબ્દ સાંભળીને, પહોળા પેટ આદિ આકારવાળો પદાર્થ ઘટ કહેવાય છે, એવા પદાર્થમાં જ ઘટ શબ્દનો પ્રયોગ થાય છે, પૂર્વે કુંભારની દુકાન આદિમાં આવા પદાર્થમાં એજ શબ્દનો પ્રયોગ થયો હતો, અને અત્યારે પણ એજ ઘટ શબ્દ સંભળાય છે, માટે પહોળા પેટ આદિ આકારવાળો પદાર્થ માટે લાવવો જોઇએ. આ પ્રમાણે અનુમાન કરીને પ્રમાતા ઘટ લાવે છે, એટલે દૃષ્ટાર્થ સંબંધી શબ્દ પ્રમાણ વસ્તુતઃ અનુમાનથી જુદું નથી. એ પ્રમાણે અહીં શરીર વિના અન્યત્ર આત્મા શબ્દનો પ્રયોગ થતો જણાતો નથી, કે જયાં “આત્મા” એવા શબ્દ સાંભળીને “આત્મા” છે એવો પ્રત્યય થાય વળી સ્વર્ગનરકાદિ અદૃષ્ટ અર્થ વિષયક શબ્દ જ્ઞાન પણ અનુમાનથી જુદું નથી, જેમકે અવિસંવાદી વચન આતનું કહેલ હોવાથી ચંદ્ર-સૂર્યના ઉપરાગ આદિ વચનોની (એટલે ગ્રહણાદિની) પેઠે સ્વર્ગ નરકાદિ અદૃષ્ટ અર્થ વિષયક વચન પ્રમાણ છે, આ પ્રમાણે જે જ્ઞાન થાય-એ પણ અનુમાનથી ભિન્ન નથી, અહીં અમે એવા પ્રકારના કોઈ આત પુરૂષને જોતા નથી, કે જેને આત્મા પ્રત્યક્ષ થયો હોય અને તેથી તેનું વચન આગમરૂપ માની લઇએ. વળી જુદા જુદા દર્શનવાળાના આગમો પરસ્પર વિરોધી છે, એટલે આગમથી પણ આત્મા સંબંધી સંશય જ રહે છે, પણ નિશ્ચય નથી થતો, નાસ્તિકો આત્માનો અભાવજ પ્રતિપાદન કરે છે, તેઓ કહે છે કે - “હે ભદ્ર ! જેટલી આ ઇન્દ્રિય ગોચર છે, તેટલીજ દુનિયા છે, તે સિવાય પુન્ય-પાપ-પરલોક આદિ કંઇ નથી, કેમકે (પોતાની બહેનને ફસાવવા તેણે વરૂનાં પગલાં બનાવી સવારે અહિં વરૂ આવ્યો હશે એમ પંડિતો કહેવા લાગ્યા ત્યારે તેણે કહ્યું કે, પ્રચ્છન્નપણે આપણે હાથે કરેલાં આ પગલાંઓ કે જેને પંડિતો વરૂનાં પગલાં કહે છે, તે તું જો. નાસ્તિકો આ પ્રમાણે કહીને આત્માનો અભાવ પ્રતિપાદન કરે છે. અને ભટ્ટ પણ એવું જ કહે છે કે “વિજ્ઞાનધન તેઓ મૂતે સમુલ્યા તાવાનુ વિનશ્યતિ, ન 9ત્ય સંજ્ઞાતિ” એટલે વિજ્ઞાનઘન-આત્મા એ પંચભૂતોથી ઉત્પન્ન થઈને તે ભૂતોનો નાશ થએથી તે આત્માનો પણ નાશ થાય છે, તેથી મરણ પામ્યા પછી પરલોક નથી. તથા બૌદ્ધો કહે છે કે “ન સાં મિઃ ! પુતિ:” હે ભિક્ષુઓ પુદ્ગલ (જીવ)ને રૂપ નથી. ઇત્યાદિ આગમવચનો આત્માનો અભાવ પ્રતિપાદન કરનારા છે; અને વળી કેટલાક આગમોમાં આત્માનું અસ્તિત્વ પણ સંભળાય છે. વેદમાં કહ્યું છે કે “નહિ હૈ સશરીરરચ પ્રિયાયયોરપતરરિત, ૩rશરીર વા વરસન્ત પ્રાપ્રિયે ન કૃશતઃ સશરીરીને પ્રિય અપ્રિય -એટલે સુખ દુઃખનો વિયોગ નથી. અને અશરીરીને પ્રિયાપ્રિય-સુખદુઃખ સ્પર્શતા નથી.” તથા “નિરોત્ર કુદુથાત્ રવામ” સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર (યજ્ઞ) કરવો. વળી કપિલમુનિના આગમમાં “ઉરિત પુરૂષોડર્તા નિનુ મોત ત્િ” ઇત્યાદિ આગમવચનો આત્માનું અસ્તિત્વ પ્રતિપાદન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy