SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સુરિજીની નિદ્વવતા ન હોવાનાં કારણ. [૨૬૯ ઉદય થવાથી તે સાતમો નિદ્ભવ થયો. આ પ્રસંગે તેમની ને પહેલાના બીજા પણ છ નિદ્વવોની ઉત્પત્તિ વગેરે કહેવાશે. શિષ્ય :- પૂર્વે કહ્યા મુજબ નય અને અનુયોગનું ગોપન કરવાથી શ્રીમાનું આર્યરક્ષિતાચાર્ય પણ નિદ્ભવ કેમ ન કહેવાય ? ગુરુ :- તેઓશ્રી નય અનુયોગનો અભાવ છે, એમ કહેતા નથી, તેમજ મિથ્યાત્વભાવનાથી પણ એ પ્રમાણે કર્યું નથી, કેવળ પ્રવચનના હિત માટે જ તેમણે તે પ્રમાણે નય અને અનુયોગનું ગોપન કર્યું છે, પરન્તુ જો તેમણે મિથ્યા અભિનિવેશથી જિનેશ્વરે કહેલા એકપણ પદનો અપલાપ કર્યો હોય, તો તે બહુરત, જમાલિ વગેરેની જેમ નિતવ કહેવાય. પણ તેમણે તેવું કંઈ કર્યું નથી. શિષ્યઃ- બહુરત જમાલિ આદિ એમ આપ કહો છો, તો તે બહુરત કહેવાય? તેમજ આદિ શબ્દથી બીજા પણ કોણ છે ? તે આપ કૃપા કરીને જણાવો. (३३४) बहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ सामुच्छे मिताओ ॥२३०१॥७७९॥ (३३५) गंगाओ दोकिरिया छलुगा तेरासिआण उप्पती । थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परुविति ॥२३०२॥७८०॥ (३३६) सावत्थी ऊसभपुरं सेअम्बिआ मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजि द रहवीरपुरं च नयराइं ॥२३०३।।७८१॥ ગુરુ - વત્સ ! સાંભળ, જેઓ એમ માને છે કે ક્રિયાસમયમાં વસ્તુ ઉત્પન્ન થતી નથી, પણ ઘણા સમયે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે માનીને બહુ સમયવાદમાં આસક્ત થઈ દીર્ઘકાળે વસ્તુની ઉત્પત્તિ પ્રરૂપે, તે “બહુરત’ નિહ્નવ કહેવાય છે. એક જીવના અસંખ્યાતા પ્રદેશોમાંથી છેલ્લા એક જ પ્રદેશમાં જીવત્વ છે, એમ માનીને બાકીના પ્રદેશોના જીવત્વનો અપલાપ કરનાર “જીવપ્રદેશ” નિહ્નવ કહેવાય છે, કોણ જાણે અહીં કોણ સંયમી છે અને કોણ અસંયમી છે ? એ પ્રમાણે માનીને સંયત અથવા અસંયતની પ્રતીતિમાં સંદિગ્ધ બુદ્ધિવાળા હોય, તે “અવ્યક્ત મતિ' નિતવ કહેવાય છે. વસ્તુ સમુદાયનો અમુક એક ભાગ જ જણાય છે, અને તે ઉત્પત્તિ બાદ તરત જ નાશ પામે છે, એ પ્રમાણે માનીને ક્ષણક્ષયિભાવની પ્રરૂપણા કરનાર “સામુચ્છેદિક' નિતવ કહેવાય છે. એક સમયમાં ઉપયોગવાળી બે ક્રિયાની પ્રરૂપણા કરનાર ‘ક્રિક્રિય” નિહ્નવ કહેવાય છે. જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની પરૂપણા કરનાર ‘ત્રિરાશિક” નિહ્નવ કહેવાય છે. જીવ સાથે કર્મનો સંબંધ સ્કંધના અવયવોની જેમ બદ્ધ નથી. પણ અબદ્ધ છે. એમ માનીને માત્ર સ્પષ્ટ કર્મનો વિપાક પ્રરૂપનાર “અબદ્ધિક નિવ કહેવાય છે. એ પ્રમાણે મિથ્યાભિનિવેશથી ખોટી રીતે વસ્તુસ્વરૂપને માનનાર સાત નિદ્વવો અનુક્રમે થયા છે. હવે નિતવોની ઉત્પત્તિ, ઉત્પત્તિસ્થાન અને ભગવંત પછી કેટલા વર્ષે ઉત્પત્તિ થઇ, તે અનુક્રમે કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy