SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] કાલિક આદિમાં ચરણકરણાદિ અનુયોગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ एवं विहियपुहुत्तेहिं रखियज्जेहिं पुस्समित्तम्मि । गणिम्मि किर गोट्ठमाहिलो पडिनिवेसगं ॥२२९६।। सो मिच्छत्तोदयओ सत्तमओ निण्हओ समुप्पण्णो । के अन्ने छ ब्भणिए पसंगओ निण्हउप्पत्ती ॥२२९७॥ अहवा चोएइ नयाणुओगनिण्हवणओ कहं गुरवो । न हि निण्हवत्ति, भण्णइ जओ न जंपंति नत्थित्ति ॥२२९८।। न य मिच्छभावणाए वयंति जो पुण पयंपि निण्हवइ । मिच्छाभिनिवेसाओ स निण्हओ बहुरयाइ ब्व ॥२२९९॥ (३३३) बहुरय पएस अव्वत्त समुच्छ दुग तिग अबद्धिआणं च । एएसिं निग्गमणं वोच्छामि जहाणुपुब्बीए ॥२३००।७७८॥ એ પ્રમાણે અનુયોગનો વિભાગ કરનાર આર્યરક્ષિતાચાર્ય મહારાજે દુબલિકા પુષ્પમિત્રને આચાર્યપદ પર સ્થાપ્યા પછી ગોષ્ઠામાહિલ ગાઢ અનુશય વડે મિથ્યાત્વના ઉદયથી સાતમો નિહ્નવ થયો. ગોષ્ઠામાહિલ નિવ સાતમો થયો તો એ સિવાય બીજા નિતવ ક્યા ? (એ પ્રશ્નના ઉત્તરમાં) બીજા નિધવોની ઉત્પત્તિ પણ પ્રસંગથી કહેવાશે. અથવા અહીં કોઈ એવી શંકા કરે કે (એ પ્રમાણે) નય અને અનુયોગને ગોપવવાથી આર્યરક્ષિતાચાર્ય કેમ નિદ્ભવ ન કહેવાય ? તેના ઉત્તરમાં કહેવાનું કે તેઓ નય અને અનુયોગનો અભાવ કહેતા નથી, તેમજ મિથ્યાત્વભાવનાથી પણ તેમ કહેતા નથી. (પ્રવચનના હિતાર્થે જ તેમણે તેમ કહ્યું છે.) જો મિથ્યાઅભિનિવેશથી જિનેશ્વરે કહેલ એક પણ પદનો અપલાપ કરે, તો તે બહુરત જમાલિ આદિની પેઠે નિતવ કહેવાય. (તે નિતવો આ પ્રમાણે છે.) (પ્રથમ) દીર્ઘકાળે વસ્તુની ઉત્પત્તિ પ્રરૂપનાર, (બીજો) છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર, (ત્રીજો) અવ્યકત મતવાળા (સંદિગ્ધ બુદ્ધિવાળા), (ચોથા) ક્ષણક્ષયિભાવ પ્રરૂપક, (પાંચમા) એક સમયે બે ક્રિયા પ્રરૂપનાર, (છઠ્ઠા) ત્રિરાશિની પ્રરૂપણા કરનાર, અને (સાતમો) અબદ્ધ-સ્કૃષ્ટ કર્મનો વિપાક મરૂપનાર એ સાત નિહોની અનુક્રમે ઉત્પત્તિ કહેવાશે. ૨૨૯૬ થી ૨૩૦૦. પૂર્વે કહ્યા મુજબ નય અને અનુયોગનો વિભાગ કરનાર શ્રીમાનું આર્યરક્ષિતાચાર્યે પોતાનું આયુષ્ય અલ્પ અવશેષ છે, એમ જાણીને સકલ-ગચ્છની સમક્ષ ઘી, તેલ ને વાલના ઘટ એ ત્રણ પ્રકારના ઘટની પ્રરૂપણા કરીને દુર્બલિકા પુષ્પમિત્ર વગેરે મુનિને સૂત્રાર્થ લેનારા જણાવી વાલઘટની માફક બધા સૂત્રાર્થ લેનાર શ્રી દુર્બલિકા પુષ્પમિત્રને પોતાના પદ પર સ્થાપિત કર્યો, તે વખતે મથુરા નગરીમાં અન્ય દર્શનીઓની સાથે વાદ કરવાને મોકલેલા ગોષ્ઠમાહિલ મુનિ કે જે સંસારી અવસ્થામાં આર્યરક્ષિતાચાર્યના મામા થતા હતા, તે, ત્યાં વાદીનો પરાજય કરીને આવ્યા હતા. તેમણે તે વખતે વિચાર્યું કે દરેક વાદીને જીતનાર મારા જેવા વર્ચસ્વીને મૂકીને ગુરુમહારાજે મૂક જેવા આ દુર્બલિકા પુષ્પમિત્ર મુનિને આચાર્ય પદપર સ્થાપિત કર્યા, એ અયોગ્ય કર્યું છે. આવા અભિપ્રાયથી તેમજ ઘી, તેલ વગેરેની પ્રરૂપણા સાંભળીને ગાઢ અનુશયથી તેમને મિથ્યાત્વનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy