SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. સમભિરૂઢની માન્યતામાં દૂષણ. [૨૫૫ ઘટ એટલે ચેણવાન પદાર્થ, ઈત્યાદિ રૂપે જેમ શબ્દાર્થ વ્યવસ્થિત છે, તે પ્રમાણે જે ઘટાદિ પદાર્થ હોય તે જ વિદ્યમાન અર્થ છે, તેથી અન્ય પ્રકારે શબ્દના અર્થનું ઉલ્લંઘન કરીને જે પદાર્થ હોય, તે તત્ત્વથી ઘટાદિ અર્થ પણ ન કહેવાય, આ પ્રમાણે આ નયની માન્યતા હોવાથી શબ્દ તથા સમભિરૂઢ નય કરતાં એવંભૂતનય શબ્દના અર્થમાં વિશેષ તત્પર છે. તાત્પર્ય એ છે કે જળધારણાદિ ક્રિયાયુક્ત, સ્ત્રીના મસ્તક પર રહેલો જે ઘટ હોય, તેને જ આ નય ઘટરૂપે માને છે, પણ જળધારણાદિ ક્રિયારહિત ગૃહના ખૂણામાં પડી રહેલા ઘટને આ નય ઘટરૂપે માનતો નથી. જે વડે પદાર્થ પ્રગટ કરાય તે વ્યંજન, એટલે પદાર્થવાચક ઘટાદિ શબ્દ; એ શબ્દ વડે તદ્વાચ્ય અર્થને, અને અર્થ વડે તદ્દાચક શબ્દને આ નય નિયત કરે છે. જેમકે તે જ ઘટ શબ્દ કહી શકાય, કે જે ચેષ્ટાવાન અર્થનું પ્રતિપાદન કરતો હોય, અન્ય પદાર્થનું નહિ, આ પ્રમાણે શબ્દને અર્થવડે નિયત કરે તથા ચેષ્ટાવાન (ઘટ) અર્થ-પદાર્થ પણ તે જ કહેવાય, કે જે સ્ત્રીના મસ્તક પર રહેલ, જળધારણાદિ ક્રિયારૂપે પ્રસિદ્ધ હોય, પણ એક સ્થાને પડી રહેલ અથવા બીજી ક્રિયારૂપે હોય, તે નહિ. આ પ્રમાણે અર્થને શબ્દ વડે નિયત કરે છે. આમ ઉભય પ્રકારે શબ્દને અર્થવડે અને અર્થને શબ્દવડે આ નય નિયત કરે છે, કેમકે સ્ત્રીના મસ્તક પર રહેલ જળધારણાદિ ક્રિયાવાન જે પદાર્થ હોય, તે જ ઘટ શબ્દથી વાચ્ય છે, અને તે ઘટ શબ્દથી વાચ્ય અર્થ પણ તે જ ચેષ્ટાવાન પદાર્થ છે, આથી ઉભય વિશેષક એવંભૂતનય છે. એ જ વાત વધારે દઢ કરવાને હવે પ્રમાણથી તેની સિદ્ધિ કરે છે. જેમકે-જેવો અભિધાયકશબ્દ હોય, તેવા જ અભિધેય-પદાર્થની પ્રતિપત્તિ થાય છે, કેમકે તેવા શબ્દથી તેવા જ અર્થની પ્રતીતિ થાય છે, જેમ પ્રદીપ-શબ્દથી પ્રકાશમાન અર્થની અને ઘટશબ્દથી ચેષ્ટાવાન અર્થની પ્રતીતિ થાય છે, તેમ અહીં સામાન્ય શબ્દોમાં પણ જાણવું, અન્યથા જો શબ્દ પ્રમાણે અર્થબોધ ન થતો હોય તો સંશયાદિ પ્રાપ્ત થાય. જેમકે જો દીપન-પ્રકાશન ક્રિયારહિત પદાર્થ પણ દીપક હોય, તો કોઈએ દીપશબ્દનો ઉચ્ચાર કર્યો હોય, તે સાંભળીને એવો સંશય થાય કે શું આણે પ્રકાશમાન પદાર્થ કહ્યો, કે કોઈ અપ્રકાશમાન અંધ જે પરાદિ પદાર્થ તે કહ્યો ? અથવા એ શબ્દથી એણે અંધ પથ્થર જ કહ્યો, આવો વિપર્યય થાય. વળી દિપશબ્દ કહેવાથી અંધ પથ્થરાદિની પ્રતીતિ થાય, અને અંધ પથ્થર કહેવાથી દીપકની પ્રતીતિ થાય, એમ થતાં પદાર્થની એકતા અથવા સંકરતા થાય. માટે વસ્તુતઃ શબ્દના વશથી અભિધેય છે, અને અભિધેયના વશથી શબ્દ છે. ર૨૫૧ થી રરપ૩. હવે સમભિરૂઢ નયની માન્યતામાં દૂષણ આપે છે. सद्दपरिणामओ जइ घड-कुडसद्दत्थभेयपडिवत्ती । तो निश्चेट्ठोवि कहं घडसहत्थो घडोऽभिमओ ? ॥२२५४।। जइ वत्थुसंकमो वा निट्ठो चिट्ठावओ य संकन्ती । तो नहि निच्चिट्ठतया जुत्ता हाणी व समयस्स ॥२२५५॥ एवं जीवं जीवो संसारी पाणधारणाणुभवो । सिद्धो पुणरजीवो जीवणपरिणामरहिउत्ति ।।२२५६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy