SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૯ તેમ અહીં પણ સંસારના વિષયસુખમાં સુખનો ઉપચાર છે, ઉપચાર વિનાનું સત્ય સુખ તો મોક્ષમાં જ છે; અને એવું સુખ, પુન્ય-પાપજન્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી, વિશિષ્ટ જ્ઞાનવાન નિરાબાલમુનિની જેમ નિરૂપમ અને સ્વાભાવિકપણે સિદ્ધાત્માને જ ઉત્પન્ન થાય છે. ૨૦૦૫ થી ૨૦૦૭. વળી કહેલું છે કે જેઓએ અહંકાર તથા કામને જીતી લીધા છે, અને જેઓ મન, વચન, કાયાના વિકાર રહિત છે અને જેઓને પરની આશાઓ શાંત પામી છે, તેવા ભાવિત આત્માને અહીં જ મોક્ષ છે. जह वा नाणमयोऽयं जीवो नाणोवधाइ चावरणं । करणमणुग्गहकारी सव्वावरणक्खए सुद्धी ॥२००८॥ तह सोखमओ जीवो पावं तस्सोवघाययं नेयं । पुण्णमणुग्गहकारिं सोक्खं सव्वखए सयलं ॥२००९॥ जह वा कम्मक्खयओ सो सिद्धत्ताइपरिणइं लभइ । तह संसाराईयं पावइ तत्तो च्चिय सुहं ति ॥२०१०॥ જેમ અનંત જ્ઞાનમય આત્મા છે, મતિજ્ઞાનાવરણાદિ તે જ્ઞાનના ઉપઘાતક છે, અને ઈન્દ્રિયો સૂર્યના પ્રકાશને ઢાંકનાર મેઘના સમૂહમાં પડેલાં છિદ્રની જેમ જ્ઞાનમાં ઉપકારી છે, અને સર્વ આવરણનો ક્ષય થવાથી આત્માની અત્યંત જ્ઞાનશુદ્ધિ થાય છે. તેવી જ રીતે અનંત સુખમય આત્મા છે, પાપ તેનું ઉપઘાતક છે અને પુચ અનુત્તર વિમાનપર્યત સુખરૂપ ફળ દ્વારા અનુગ્રહ કરે છે, તે સર્વ પુન્ય-પાપનો ક્ષય થવાથી આત્માને સંપૂર્ણ નિરૂપમ સત્ય સુખ પ્રાપ્ત થાય છે. અથવા કર્મનો ક્ષય થવાથી આત્મા જેમ સિદ્ધત્વાદિ પરિણતિ પામે છે, તેમ કર્મનો ક્ષય થવાથી સંસારાતીત નિરૂપમ સત્યસુખ પણ પામે છે. ૨૦૦૮ થી ૨૦૧૦. સંસારિક સુખ-દુઃખનો આધાર શરીર છે, પણ મોક્ષસુખનો આધાર શરીર નથી. એ વાત બતાવે છે. साया- सायंदुक्लं तब्बिरहम्मि य जओ सुहं तेणं । देहिं-दिएसु दुक्खं सोक्खं देहिं-दियाभावे ।।२०११।। जो वा देहि-दियजं सुहमिच्छइ तं पडुच्च दोसोऽयं । संसाराईयमिदं धम्मंतरमेव सिद्धिसुहं ॥२०१२॥ શાતા અને અશાતા બંને દુઃખ જ છે, તેનો અભાવ થાય ત્યારે સુખ થાય, તેથી દેહ અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી દુઃખ જ છે અને ખરું સુખ તો દેહ તથા ઈન્દ્રિયના અભાવે થાય છે. અથવા જે દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને સુખ કહે છે, તેની અપેક્ષાએ એ (મોક્ષમાં સુખનો અભાવ હોવારૂપ) દોષ આવે, પણ આ મોક્ષસુખ તો સંસારાતીત છે અને ધર્માન્તરભૂત છે. (તેમાં એ દોષ ન આવે) ૨૦૧૧-૨૦૧૨. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy