SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સપ્તમ ગણધરનો વાદ. [૧૩૧ કરવા અથવા મૈત્રીભાવનાથી અનુગ્રહ કરવા, તેમજ કેટલાક કામાનુરાગથી અહીં આવે છે. વળી કેટલાક દેવો જાતિસ્મરણ જ્ઞાનવાળા પુરૂષના કથનથી અને કેટલાક મનુષ્યોને પ્રત્યક્ષ જણાયાથી તથા કેટલાક વિદ્યા-મંત્રની ઉપયાચના વડે કાર્યની સિદ્ધિ થવાથી અને ગ્રહના વિકારથી તેમજ ઉત્કૃષ્ટ પુન્ય સંચયના ફળના સદ્દભાવથી આ મનુષ્યલોકમાં આવે છે. એથી “દેવ” એવા (સાર્થક) નામથી, તેમજ સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી દેવો છેએમ સિદ્ધ થાય છે તેથી તેમ માનવું જોઈએ, કે “દેવ” એ નામ “ઘટ”ના નામની જેમ શુદ્ધપદ યુક્ત હોવાથી સાર્થક છે. માટે દેવો છે.) મનુષ્ય જ દેવના ગુણ અને ઋદ્ધિથી સંપન્ન હોવાથી દેવ હશે-એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે મુખ્ય અર્થની સિદ્ધિ થાય, તો જ અન્યત્ર ઉપચારથી સિદ્ધિ કરી શકાય. જેમ યથાર્થ સિંહની સિદ્ધિ હોય, તો જ માણવકમાં ઉપચારથી સિંહની સિદ્ધિ થાય. તેમ અહીં પણ સમજવું. ૧૮૭૬ થી ૧૮૮૧. દેવોના અભાવે અગ્નિહોત્રાદિ ધર્મ ક્રિયા નિષ્ફળ થાય. એમ જણાવતા વેદ વચનથી જ દેવોની સિદ્ધિ બતાવે છે : देवाभावे अफलं जमग्गिहोत्ताइयाण किरियाणं । સમય નન્ના ય કાળારૂપને જ તગુત્ત ll૧૮૮રી. जम-सोम-सूर-सुरगुरु-सारज्जाईणि जयइ जण्णेहिं । મંતાવાહપામેવ ઇંદ્રામાં વિદા સર્વ ૨૮૮રૂા. (૭૨) છિન્નશ્મિ સંસમ નિ નર-મરવિપ્નમૂi | सो समणो पव्वइओ अद्धट्टिहि सह खंडियसएहिं ॥१८८४॥६२५॥ જો દેવો ન હોય, તો જે અગ્નિહોત્ર આદિ ક્રિયાઓ, યજ્ઞો અને દાન વગેરે ધર્મનું સ્વર્ગીય ફળ કહ્યું છે, તે સર્વ નિષ્ફળ અને અયોગ્ય થાય. વળી યજ્ઞોવડે યમ-ચંદ્ર-સૂર્ય-બૃહસ્પતિ અને સ્વર્ગનું રાજ્ય વગેરે મેળવે છે. તેમજ ઈન્દ્ર વગેરેને મંત્રથી ધર્માનુષ્ઠાનમાં આવવા માટે આહ્વાન કરવું વગેરે વેદમાં કહેલ સર્વ વર્ચન (દેવોના અભાવે) ફોગટ થાય. એ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા શ્રી જિનેશ્વરદેવે તેના સંશયનો છેદ કર્યો, એટલે તે મૌર્યપુત્ર પંડિતે પણ પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૮૮૨ થી ૧૮૮૪. હે સૌમ્ય ! જો દેવોનો અભાવ હોય, તો “ગ્નિહોત્રે જુહુયાત્ સ્વામ:” (મૈસુપનિષદ્ - ૬ - ૬) ઈત્યાદિ જે વેદપદો સ્વર્ગીય ફળ પ્રાપ્ત કરવા માટે કહ્યાં છે, તે તથા યજ્ઞોનું અને દાન વગેરે ધર્મનું જે સ્વર્ગીય ફળ કહ્યું છે, તે સર્વ અયોગ્ય સાબિત થાય, કારણ કે સ્વર્ગવાસી દેવો જ ન હોય, તો પછી તે સ્વર્ગ મેળવવાનું વિધાન ક્યાંથી હોય? “સ vs યજ્ઞાયુઘી” (શતપથ બ્રાહ્મણ-૧૨, ૫, ૨, ૮). ઈત્યાદિ વેદવાક્યો પણ દેવોની વિદ્યમાનતાને પ્રતિપાદન કરનારાં છે તેથી તું દેવો છે એમ શા માટે અંગીકાર નથી કરતો? વળી “ો નાનાતિ માયોપમનું નિર મ-વણા વેરારી” ઇત્યાદિ જે વેદવાક્ય છે, તેથી દેવોનો અભાવ સિદ્ધ થતો નથી, પરંતુ આ વાક્ય દ્વારા દેવોની ઋદ્ધિ પણ ઈન્દ્રજાલ જેવી અનિત્ય છે, તો પછી મનુષ્યાદિની ઋદ્ધિનો સમુદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy