SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦] સમમ ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દુઃખી મનુષ્યો અને તિર્યંચ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા છે, અને અતિશય સુખી મનુષ્યો ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનારા છે, આમ હોવાથી ઉત્કૃષ્ટ-પુન્ય-પાપનું ફળ ભોગવનાર દેવ-નારકીની કલ્પના શા માટે કરવી ? એમ કહીને દેવ-નારકીનો અભાવ નહીં કહી શકાય, કારણકે ઉત્કૃષ્ટ પુન્ય-પાપનું ફળ ભોગવનાર અત્યંત સુખી-દુઃખી હોય છે, તે પ્રમાણે અતિશય સુખીયા તથા દુ:ખીયા મુનષ્ય-તિર્યંચ નથી હોતા, કેમકે જે અતિશય સુખી મનુષ્યો હોય છે, તેમને પણ રોગજરા વગેરે દુઃખો પ્રાપ્ત થાય છે, અને જે અતિશય દુઃખી હોય છે, તેમને શીતલ-વાયુ-પ્રકાશ વગેરે સુખો પ્રાપ્ત થાય છે. આમ હોવાથી મનુષ્ય-તિર્યંચોને જ અતિશય સુખી કે દુ:ખી ન કહી શકાય, પણ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર નારકીઓને જ અત્યંત દુઃખી કહેવાય, અને ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનાર દેવોને જ અત્યંત સુખી કહેવાય. તે દેવો ઉત્કૃષ્ટ રૂપાદિ ગુણ યુક્ત સુંદરીમાં આસક્ત થયેલા પુરૂષની જેમ પંચવિધ વિષયમાં આસક્ત છે અને દિવ્ય પ્રેમવાળા છે, તેમ જ પોતાનું કાર્ય પૂર્ણ થતું ન હોવાથી તથા મનુષ્યોને આધીન કાર્યવાળા ન હોવાથી જેમ નિઃસંગતિ અસંમત ગૃહાદિમાં નથી આવતા, તેમ તેઓ પણ અશુભ નરલોકમાં નથી આવતા, કેમકે તેઓ નરલોકનો અતિશય દુર્ગંધ સહી શકતા નથી. ૧૮૭૨ થી ૧૮૭૫. તે છતાં જિનકલ્યાણકાદિ જે જે શુભ હેતુથી દેવો મનુષ્યલોકમાં આવે છે, તે કારણો અને બીજા કારણોથી દેવોની સિદ્ધિ જણાવતાં કહે છે કે - नवर जिणजम्म - दिक्खा केवल निव्वाणमहनिओगेणं । भत्तीए सोम्म ! संसयविच्छेयत्थं व एज्जहण्हा || १८७६ ।। पुव्वाणुरागओ वा समयनिबंधा तवोगुणाओ वा । नरगणपीडा ऽणुग्गह- कंदप्पाईहिं वा केई || १८७७ ॥ जाइस्सरकहणाओ कासड़ पच्चक्खदरिसणाओ य । विज्जा - मंतो- वायणसिद्धीओ गहविगाराओ ।। १८७८ ।। उक्किट्टपुण्णंसंचयफलभावा ओऽभिहाणसिद्धीओ । सव्वागमसिद्धीओ य संति देवत्ति सद्धेयं ॥ १८७९।। देवत्ति सत्ययमिदं सुद्धत्तणओ घडाभिहाणं व । अहव मई मणु च्चिय देवोगुण- रिद्धिसंपण्णो || १८८०|| तं न जओ तच्चत्थे सिद्धे उवयारओ मया सिद्धी । तच्चत्थसीह सिद्धे माणवसीहोवयारो व्व ॥ १८८१ ।। શ્રી જિનેશ્વરદેવોનાં ચ્યવન જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક સમયે સ્વકર્તવ્ય હોવાથી કેટલાક દેવો અહીં મનુષ્યલોકમાં આવે છે. વળી હે સૌમ્ય ! કેટલાક દેવો ભક્તિથી અને કેટલાક દેવો પોતાના સંશયનો છેદ કરવા માટે વેગથી અહીં આવે છે, તેમજ કેટલાક દેવો પૂર્વના અનુરાગથી, પૂર્વકૃત સંકેતથી, તપના પ્રભાવથી, કેટલાક પૂર્વના વૈરથી મનુષ્યોને પીડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy